મુંબઈ,
ઘણી ઘટના જોતા એવું લાગે છે જાણે કોઈ ચમત્કાર થઇ ગયો. મુંબઈમાં પણ હાલમાં આવો જ કઈક ચમત્કાર થયો છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક બાળકની ઉપરથી કાર પસાર થઇ ગઈ તેમ છતાં બાળકને એક નાની ઈજા પણ નથી પહોચી ઉપરથી તે ફરીથી બીજા બાળકો સાથે રમવા લાગ્યો.
આ ઘટના કામરાજ નગરમાં એક સોસાયટીમાં થઇ છે જેમાં એક બાળક પરથી ગાડી ચાલી ગઈ હતી પરંતુ બાળકને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થયું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ બાળક પરથી ગાડી પસાર થઇ ગઈ હોવા છતા પણ તે ઉભો થઈને ફરીથી રમવા લાગે છે.
૨૪ સપ્ટેમ્બરના રોજ કેટલાક છોકરા સોસાયટીમાં ફૂટબોલ રમી રહ્યા હતા. આ દરમ્યાન બધા બાળકો રમવામાં મશગુલ છે તેવામાં એક બાળક પોતાના બૂટની દોરી બાંધવા માટે નીચે બેસી જાય છે. તે દરમ્યાન એક ગાડી આવે છે અને બાળક પરથી ચાલી જાય છે. કેમેરા પરથી એવું લાગી રહ્યું છે કે આ ગાડી કોઈ મહિલા ચલાવતી હતી.
Miracle caught on camera. Car runs over boy but kid remains unhurt pic.twitter.com/6crFWFX4kP
— TIMES NOW (@TimesNow) September 26, 2018
આ વિડીયો ટાઈમ્સ ન્યુઝે શેર કર્યો છે. આ વિડીયોમાં મહિલા ડ્રાઈવરની લાપરવાહી જોઈ શકાય છે. પોતાની કારની સામે નીચે બેઠેલા બાળકને તે જોઈ નથી શકતી. પરંતુ આ બાળક હોશિયાર નીકળ્યું અને તે તરત જમીન પર સુઈ જાય છેઅને કાર તેની ઉપરથી તેને અડ્યા વગર જતી રહે છે.
જોવાની વાત તો એ છે કે આ બાળક ઉભું થઇ ને તેના ઘરે જવાને બદલે પોતાના મિત્રો સાથે રમવામાં મશગુલ થઇ જાય છે.
ઉલ્લેખનીય છે એક ડ્રાઈવરની લાપરવાહી વચ્ચે આ બાળક ચમત્કારિક રીતે બચી જાય છે.
