Not Set/ તનુશ્રી-નાના વિવાદ : બોલીવુડની આ સેલીબ્રીટીઓએ આપ્યો તનુને સાથ

મુંબઈ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા છે તેવામાં ઘણી બોલીવુડની સેલીબ્રીટીઓએ તેને સાથ આપ્યો છે. પહેલા આ વિવાદમાં અમિતાભ, આમીર ખાન અને સલમાન ખાન પણ તેમનું નિવેદન આપી ચુક્યા છે. હાલમાં સ્વરા ભાસ્કર, રીચા ચડ્ડા અને ફરહાન અખ્તરે પણ તનુશ્રીને સાથ આપ્યો છે. રીચાએ તનુશ્રીના સમર્થનમાં ટ્વીટ કર્યું છે કે, ‘ તનુશ્રી […]

Trending Entertainment

મુંબઈ

તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા છે તેવામાં ઘણી બોલીવુડની સેલીબ્રીટીઓએ તેને સાથ આપ્યો છે. પહેલા આ વિવાદમાં અમિતાભ, આમીર ખાન અને સલમાન ખાન પણ તેમનું નિવેદન આપી ચુક્યા છે.

હાલમાં સ્વરા ભાસ્કર, રીચા ચડ્ડા અને ફરહાન અખ્તરે પણ તનુશ્રીને સાથ આપ્યો છે.

રીચાએ તનુશ્રીના સમર્થનમાં ટ્વીટ કર્યું છે કે, ‘ તનુશ્રી દત્તા હોવું દુખદ છે. કોઈ પણ સ્ત્રી એવી પબ્લીસીટી નથી ઇરછતી કે જે તેના માટે ટ્રોલીગ અને અસંવેદનશીલતાના દરવાજા ખોલે. સેટ પર તેની સાથે ઘણું ડરાવણું થયું હતું. બસ તેની એક જ ભૂલ હતી કે તે ચુપ ન રહી. તનુશ્રી દત્તા બનવા માટે ઘણી હિંમત જોઈએ.

https://twitter.com/RichaChadha/status/1045368162387206145

સ્વરા ભાસ્કરે પણ તનુશ્રીના સપોર્ટમાં પોસ્ટ કરી છે. એક વિડીયો શેર કરતા તેણે કહ્યું છે કે ”#IBelieveYouTanushreeDutta.”

માત્ર બોલીવુડની હિરોઈન જ નહી પરંતુ એક્ટર ફરહાન અખ્તરે પણ આ વિવાદ પર રિપોર્ટર જૈનીસ સીકેરિયાના ટ્વીટને રીટવીટ કર્યું છે.

જેમાં તેણે કહ્યું હતું  કે તનુશ્રી જે કહી  રહી છે તે સાચી વાત છે. આ પત્રકારે તેવો દાવો કર્યો છે ૧૦ વર્ષ પહેલા જયારે આ ઘટના બની હતી ત્યારે તે હાજર હતા. વધુમાં તેમણે લખ્યું છે કે તનુશ્રીના ઈરાદા પર પ્રશ્ન ઉઠાવવાને બદલે તેમના સાહસના વખાણ કરવા જોઈએ.

તનુશ્રી-નાના વિવાદ શું છે ?

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જાણીતા અભિનેતા નાના પાટેકર સામે ગંભીર આરોપો લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરને લઈને ચોકાનારા ખુલાસો કર્યા અને કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં દરેકને ખબર છે કે મહિલાઓ પ્રત્યે નાના પાટેકરનું વર્તન સારૂ નથી.નાના શૂટિંગ સેટ પર હીરોઇનોને મારે પણ છે. તનુશ્રીએ  હેશટેગ #Metoo દ્રારા ચાલી રહેલી  કેમ્પેઇનમાં પોતાની આપવીતી જણાવી હતી.

10 વર્ષ જૂના કિસ્સાનો ઉલ્લેખ કરીને તનુશ્રીએ 2008માં ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સાથે જોર જબરદસ્તીનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

Zoom ટીવી સાથે વાતચીતમાં તનુશ્રીએ જણાવ્યું હતું કે નાના પાટેકર સેટ પર મારી સાથે સિક્વેંસ કરવાનું ઇચ્છતા હતા. તેણે મારો હાથ પકડ્યો અને મને ધક્કો માર્યો. આ  સીનનો ભાગ નહોતો, પરંતુ તેમ છતાં પણ તેણે આ બધુ કર્યું.

દિગ્દર્શક મદદ કરી ન હતી

તનુશ્રીએ કહ્યું, “જ્યારે તેણે નાનાના આ વર્તન વિશે ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાને કહ્યું  ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું કે તમારે નાના પાટેકરની વાત માનવી પડશે.” તનુશ્રીએ નાના પર છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં  કેટલાક ગુંડાઓ દ્રારા તેમની કાર પર હમલો કરવાની વાત પણ કરી.

એક અહેવાલ મુજબ, 2008 માં તનુશ્રીએ તેમની સંપત્તિ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ CINTAAમાં નાના પાટેકરસામે ફરિયાદ નોંધાવી હતી. નાના પાટેકર સામે અવાજ ઉઠાવવા માટે ફિલ્મમાં તનુશ્રીને બદલે રાખી સાવંતની બદલી કરવામાં આવી હતી.

નાના પાટેકરનું શું કહેવું હતું?

આપને જણાવી દઈએ કે તનુશ્રીના આ આરોપ પર 2008 માં પ્રેસ કોન્ફરન્સમાં નાના પાટેકરે કહ્યું હતું કે, “તનુશ્રી મારી પુત્રીની ઉંમર સમાન છે, મને ખબર નથી કે તે આવું શા માટે કહે છે. ઇન્ડસ્ટ્રીમાં  કામ કર્યા એને  મારા 35 વર્ષ થયા છે, પરંતુ કોઈએ ક્યારેય મારી વિરુદ્ધ આવા આક્ષેપો કર્યા નથી.”