ઇન્ડોનેશિયામાં શુક્રવારે શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ સુલાવેસી દ્વીપ પર આવેલ પાલુ શહેરમાં ત્સુમાનીએ આક્રમક રૂપ ધારણ કર્યું હતું. ભૂકંપના લીધે ઘણી બિલ્ડીંગ જમીનદોસ્ત થઇ ગઈ હતી જેના કારણે અત્યાર સુધી ૩૮૪ લોકોના મોત થઇ ચુક્યા છે. આ ભયંકર આપત્તિએ લોકોને ઘર છોડવા માટે મજબુર કરી દીધા છે.
Indonesia quake-tsunami death toll jumps to 384, reports AFP quoting disaster agency.
— ANI (@ANI) September 29, 2018

પાલુ શહેર વર્ષ ૧૯૨૭ અને ૧૯૬૮માં પણ ભયંકર ત્સુનામીનો સામનો કરી ચુક્યું છે.
Thirty bodies at one Indonesia hospital after quake-tsunami: director (AFP)
— ANI (@ANI) September 29, 2018
ભૂકંપ અને ત્સુનામીના લીધે ઘણું નુકશાન થયું છે. બીએનઓ ન્યુઝ એજન્સી દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં પાણીની ઘણી ઉંચી લહેરો દેખાઈ રહી છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જોરદાર દરિયાની લહેરોના લીધે લોકો બુમો પાડીને આમ-તેમ ભાગી રહ્યા છે.

BREAKING: Video shows tsunami hitting the Indonesian city of Palu pic.twitter.com/XCXXHZwAtu
— BNO News (@BNONews) September 28, 2018
આ વર્ષના શરુઆતમાં લોમબોક દ્વીપમાં ભૂકંપના લીધે સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા.
Telah kami konfirmasi bahwa ini kejadiannya di Palu Barat, sekitar Mall Palu sesaat setelah gempa besar 7,7 SR petang tadi.
semoga saudara kita di Palu, Donggala dan sekitarnya dilindungi dan diberi keselamatan…
.
.#gempa #gempabumi #palu #sulteng #donggala pic.twitter.com/smc1NK3vyU— Daeng Info (@Daeng_Info) September 28, 2018
https://twitter.com/ksjnoona/status/1045646911028383746
અમેરિકાની ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગે જણાવ્યું હતું કે સુલાવેસીમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર તેનાથી ૧૦ કિલોમીટરની ઊંડાઈ પર હતું. ન્યુઝ એજન્સી દ્વારા આ ભૂકંપના લીધે જમીનદોસ્ત થયેલી બિલ્ડીંગના ફોટા બતાવવામાં આવ્યા હતા.

ઘણા લોકો દ્વારા ફેસબુક લાઇવ પણ કરવામાં આવ્યું હતું. આ વિડીયોમાં ટ્રાફિક જામ દેખાડવામાં આવ્યો હતો. ત્સુનામીના લીધે લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે ઉંચી જગ્યા પર જઈને સુરક્ષિત રહે. બચાવ ટીમ પણ રાહતકામ માટે પહોચી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતિને કારણે હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. વર્ષ ૨૦૦૪, ડીસેમ્બરમાં પશ્ચિમ ઇન્ડોનેશિયામાં સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના લીધે ત્સુનામીમાં હિંદ મહાસાગરના ઘણા ક્ષેત્રોમાં આવેલા દેશમાં ૨ લાખથી પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા.
