મુંબઈ
વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘ સુઈ ધાગા-મેડ ઇન ઇન્ડિયા ‘ ની પ્રથમ દિવસની કમાણી સામે આવી ગઈ છે. ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શના રીપોર્ટના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મે પ્રથમ દિવસે ૮ કરોડ ૩૦ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. તરણના જણાવ્યા પ્રમાણે હજુ આ ફિલ્મની કમાણી શનિવાર અને રવિવારે વધી શકે તેમ છે.
#SuiDhaaga has an encouraging Day 1… Had an ordinary start in the morning shows, but gathered momentum as the day progressed… Film lost out on a big chunk of biz due to #AsiaCup2018 finals, but should recover lost ground on Day 2… Fri ₹ 8.30 cr [2500 screens]. India biz.
— taran adarsh (@taran_adarsh) September 29, 2018
વિરાટ કોહલીએ સુઈ-ધાગા ફિલ્મ વિશે કહ્યું આવું
વિરાટ કોહલી તેની પત્નીની ફિલ્મ વિશે કહ્યું હતું કે અનુષ્કાની સુઈ ધાગા-મેડ ઈન ઇન્ડિયા ફિલ્મે તેમનું દિલ જીતી લીધું છે.
Saw @SuiDhaagaFilm for the second time last night and I loved it more than the first time. What an emotional rollercoaster with brilliant performances by the entire cast. (1) #SuiDhaagaMadeInIndia
— Virat Kohli (@imVkohli) September 28, 2018
https://twitter.com/imVkohli/status/1045511794708680706
વિરાટનું કહેવું છે કે તેમને પોતાની પત્ની પર ગર્વ છે. શુક્રવારે વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે મેં સુઈ ધાગા ફિલ્મ બીજી વખત જોઈ જે પહેલી વખત જોયા કરતા વધારે સારી લાગી. આ ફિલ્મ ઘણી ભાવુક છે. ફિલ્મમાં બધાએ જોરદાર કામ કર્યું છે.
બોલીવુડના સફરે અનુષ્કાને બનાવી શાંત માણસ
અનુષ્કા શર્માએ બોલીવુડમાં વર્ષ ૨૦૦૮માં ડેબ્યુ કર્યું હતું. બોલીવુડમાં અનુષ્કાએ ૧૦ વર્ષનો સફર પૂરો કરી દીધો છે.
અનુષ્કાએ આ સફર વિશે કહ્યું હતું કે સમયની સાથે તે ઘણી શાંત વ્યક્તિ બની ગઈ છે. એક ચેનલના ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે હું પહેલાની તુલનામાં ઘણી શાંત વ્યક્તિ બની ગઈ છુ. મારા વ્યક્તિગત વિકાસ માટે હું પ્રયત્ન કરતી રહું છુ. હું માંનું છુ કે એક વ્યક્તિના રૂપમાં પોતાના વિકાસમાં ભાવાત્મક વિકાસનો સમાવેશ થાય છે. આ વિકાસ તમને એક સારા માણસ બનાવે છે.
