મુંબઇ
અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા તેમની અપકમિંગ ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેંડ‘નું શુટિંગ કરી રહ્યાં છે. આ બંને ફિલ્મ ‘ઈશ્કઝાદે‘ પછી ફરી એક વાર સાથે કામ કરી રહ્યા છે. બંને એક બીજાની કંપની એન્જોય કરી રહ્યાં છે. તાજેતરમાં અર્જુન કપૂરે kiki સોંગથી પ્રેરિત તેની કોસ્ટાર પરિણીતી ચોપરાને પૂછ્યું કે શું તે તેને પ્યાર કરે છે. આ સવાલ પર પરિણીતીએ રસપ્રદ રીતે રીએક્ટ કયું હતું.

અર્જુનના આ સવાલના જવાબમાં પરિણીતી કહ્યું કે પ્યાર માટે ટાઈમ નથી. આ પછી પરીએ એવું પણ કહ્યું કે તેને તેના વાળનો રંગ સારો લાગે છે.

થોડા સમય પહેલા પરિણીતીએ ઇન્સ્ટાગ્રામ પર અર્જુન કપૂરના વખાણ કર્યા હતા. પરીએ કહ્યું કે અર્જુન મારા સૌથી કોમ્પેટીબલ કોસ્ટાર છે. ભરોસાપાત્ર મેંટર અને ઈમાનદાર દોસ્ત છે. સાથે પરીએ એવું પણ કહ્યું કે તે અર્જુનને ફેમિલી વેલ્યુઝ અને ખુબસુરત પબ્રીન્ગીંગ માટે ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત અર્જુન કપૂરની દાદીમાં પણ પરિણીતીને પસંદ કરે છે. તેઓ માને છે કે તેઓ અર્જુનની જેટલી પણ ફિલ્મોમાં જોવા મળે છે, તેમાં અર્જુન અને પરિણીતીની જોડી તેમને ખૂબ જ સારી લાગતી હતી. સાથે સાથે તેઓ પણ વિચારે છે કે બંને વાસ્તવિક જીવનમાં પણ સારી જોડી સાબિત થશે.

‘નમસ્તે ઇંગ્લેન્ડ‘ વિશે વાત કરીએ તો, ફિલ્મને વિપુલ અમૃતલાલ શાહ દિગ્દર્શિત કરી રહ્યા છે. આ ફિલ્મ 19 ઓક્ટોબર, 2019 ના રોજ રિલીઝ થશે. આ સિવાય, સંદીપ અને પીંકી ફરારમાં કામ કરશે. આ ફિલ્મો માર્ચ 2019 સુધી રિલીઝ થશે.
