Not Set/ સુરત : હેવાન સસરાએ મૂક-બધીર પુત્રવધુ પર ગુજાર્યો બળાત્કાર

સુરતના રાંદેરમાં કબૂતરખાના વિસ્તારમાં રહેતા એક મુક-બધીર યુવાનના લગ્ન મુક-બધીર યુવતી સાથે થયા હતા. બંને રાજીખુશીથી જીવન પસાર કરી રહ્યાં હતા. આ દરમિયાન યુવકના પિતાએ મુક-બધીર પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું. રાંદેર વિસ્તારમાં મુક-બધિર પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ આચર્યું છે. વાતની જાણ યુવતીના પતિને થતા તેણે સગા પિતા વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી […]

Top Stories Gujarat Surat

સુરતના રાંદેરમાં કબૂતરખાના વિસ્તારમાં રહેતા એક મુક-બધીર યુવાનના લગ્ન મુક-બધીર યુવતી સાથે થયા હતા. બંને રાજીખુશીથી જીવન પસાર કરી રહ્યાં હતા. આ દરમિયાન યુવકના પિતાએ મુક-બધીર પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું.

રાંદેર વિસ્તારમાં મુક-બધિર પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ આચર્યું છે. વાતની જાણ યુવતીના પતિને થતા તેણે સગા પિતા વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ સસરાની ધરપકડ કરી લીધી છે.

ઘટનાથી સ્તબ્ધ થઇ ગયેલી મુકબધીર પુત્રવધુએ પોતાના પર વીતેલા અત્યાચાર અંગે પોતાના પતિને જાણ કરી, શરૂઆતમાં પત્નીની વાત સાંભળી તેને વિશ્વાસ ન આવ્યો પરંતુ પત્નીએ સસરાની કરતૂતો અંગે વીગતે વાત કરી. સગા પિતાની હરકતથી પુત્ર પણ સ્તબ્ધ થઇ ગયો.

ત્યારબાદ યુવક તેની પત્નીને લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પિતાની સમગ્ર કરતૂતો અંગે પોલીસને જણાવી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી. પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી સસરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.