રાજકોટ,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૯ વિકેટના નુકશાને ૬૪૯ રન પર ડિક્લેર કરી છે.
વેસ્ટ ઇન્ડીઝની ટીમે બીજા દિવસના અંત સુધી ૬ વિકેટના નુકશાને ૯૪ રન બનાવી લીધા છે. આં પહેલા વિરોધી ટીમના બંને ઓપનર બેટ્સમેન ક્રેગ બ્રેઈથવેટ ૨ રન અને પોવેલ ૧ રન બનાવી પેવેલિયનમાં ભેગા થઇ હતા.
જો કે ત્યારબાદ શાઈ હોપ ૧૦ રન, સુનિલ એમ્બ્રીસ ૧૨ રન, શિમ્રોન હેટમીર ૧૦ રન બનાવી આઉટ થયા હતા. હાલમાં ચેજ ૨૭ રન અને કીમો પાઉલ ૧૩ રને રમતમાં છે. આ સાથે જ વેસ્ટ ઇન્ડીઝ ભારત કરતા ૫૫૫ રન પાછળ છે.
જયારે ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શામીએ ૨ વિકેટ, આર અશ્વિન, જાડેજા અને કુલદીપ યાદવે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી છે.
https://twitter.com/ICC/status/1048081400556019712
પ્રથમ ટેસ્ટની રમત આગળ ધપતા મેચના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. ટીમ ઇન્ડીયાના રન મશીન કહેવાતા કોહલીની આ ટેસ્ટ કેરિયરની ૨૪મી સદી છે.
વિરાટ કોહલીએ આ દિગ્ગજોને છોડ્યા પાછળ
બીજી બાજુ કેપ્ટન વિરાટ કોહલીએ ૨૪મી સદી ફટકારવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૪ સદી ફટકારવા મામલે ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, વેસ્ટ ઇન્ડીઝના મહાન પ્લેયર સર વિવિયન રિચર્ડ તેમજ પાકિસ્તાનના મોહમ્મદ યુસુફને પાછળ છોડ્યા છે.
વિરાટ કોહલીએ માત્ર ૧૨૩ ઇનિંગ્સમાં જ ૨૪ સદી ફટકારી છે. આ મામલે હવે કોહલી કરતા આગળ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેન જ આગળ છે. ડોન બ્રેડમેને માત્ર ૬૬ ઇનિંગ્સમાં ૨૪ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
https://twitter.com/ICC/status/1048131091796819968
વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંત ૯૨ રન અને કોહલી ૧૩૯ રન બનાવી આઉટ થયા છે. બીજી બાજુ કોહલી બાદ ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ પોતાના કેરિયરની પ્રથમ સદી ફટકારી છે.
જયારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી સ્પિન બોલર દેવેન્દ્ર બિશુએ સૌથી વધુ ૪ વિકેટ, લેવિસે ૨ વિકેટ ઝડપી છે.
https://twitter.com/ICC/status/1047747427787141120
હાલમાં રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કરનારા પૃથ્વી શોએ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ શાનદાર સદી ફટકારી છે. આ સાથે ૧૮ વર્ષીય સ્ટાર યુવા ખેલાડી શો ભારતીય ટીમ તરફથી પહેલી ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
https://twitter.com/BCCI/status/1047748171986653185
અન્ડર ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા શો એ માત્ર ૯૯ બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી. પૃર્થ્વી શો ૧૩૪ રન બનાવી આઉટ થયો છે, જયારે હાલમાં કેપ્ટન વિરાટ કોહલી ૭૨ રન અને પંત ૧૭ રને રમતમાં છે.
જો કે આ પહેલા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ૩ રનના સ્કોરે જ ટીમને પહેલો ઝટકો લાગ્યો હતો. ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ પોતાનું ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ૮૬ રન તેમજ રહાને ૩૫ રન બનાવી આઉટ થયા છે.
પૃથ્વી શોએ કર્યું ટેસ્ટ ડેબ્યુ
રાજકોટ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ શરુ થવાની સાથે જ અન્ડર ૧૯ વર્લ્ડ કપ વિનિંગ ટીમના કેપ્ટન રહી ચુકેલા પૃથ્વી શોએ ટેસ્ટ ડેબ્યુ કર્યું છે. આ સાથે જ ભારતીય ટીમ તરફથી ટેસ્ટ કેપ લેનાર શો ભારતનો ૨૯૩મો ક્રિકેટર બન્યો છે.
આ પહેલા પૃથ્વી શોની આગેવાનીમાં ભારતીય અન્ડર ૧૯ ટીમે વર્લ્ડકપનો ખિતાબ પણ જીત્યો હતો. આ ઉપરાંત શોએ ગત વર્ષે આ જ ખંડેરી સ્ટેડિયમમાં રણજી ટ્રોફીમાં પ્રદાર્પણ કર્યું હતું અને અને શાનદાર સદી ફટકારી હતી. ત્યારે હવે સંજોગ સાથે શોએ રાજકોટના મેદાનમાં જ સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યું છે.
