મુંબઇ
કપિલ શર્મા પોતાની પંજાબી ફિલમ ‘સન ઓફ મનજિત સિંહ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાથી દૂર હતો.એક પત્રકારને ગાળો બોલ્યા બાદ અચાનક ‘ગાયબ’ થઇ ગયેલો કપિલ ફરી એક્ટીવ થયો છે.કપિલ હવે સોશિયલ મીડીયામાં પર પણ એક્ટીવ થયો છે.સન ઓફ મનજીત સિંહના પ્રમોશન પર ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટ શેર કરતાં કપિલ શર્માએ લખ્યું હતું કે પંજાબ, અમ્રિતસર, જાલંધર, કુલ્ચે, મઠ્ઠી છોલે પાંચ કિલો વજન વધારવા સમાન છે.
https://www.instagram.com/p/Boa9pFKBXxW/?taken-by=kapilsharma
કપિલ શર્મા કોમેડિયનની સાથે ફિલ્મ-પ્રોડયુસ૨ પણ છે અને તેણે પંજાબી ફિલ્મ સન ઓફ મનજિત સિંહ પ્રોડયુસ કરી છે. આ ફિલ્મ 12 ઓકટોબરે રીલીઝ થવાની છે, જેમાં કોમેડિયન તરીકે જાણીતો ગુરપ્રીત ધુગ્ગી લીડ રોલમાં જોવા મળશે
કપિલ શર્માને કેમ શુભેચ્છા આપી અક્ષયકુમારે
અક્ષય કુમાર હાલમાં જ કપિલ શર્માને શુભેચ્છા પાઠવી છે. ફિલ્મનું ટ્રેલર ટ્વિટ૨ પ૨ શે૨ ક૨તાં અને કપિલ શર્માને શુભકામના આપતાં અક્ષયકુમારે ટ્વીટ ર્ક્યું હતું કે પિતા-પુત્રના સંબંધો ક્યારેક ગૂંચવણભર્યા હોય છે, પરંતું એને સરળ બનાવી શકાય છે. મારા મિત્ર કપિલ શર્મા અને ગુરપ્રીત ધુગ્ગીને સન ઓફ મનજિત સિંહ માટે શુભેચ્છા.
Sometimes complex but if done correctly a father-son relation can be a beautiful one. Wishing my friends @KapilSharmaK9 and @GurpreetGhuggi all the best for #SonOfManjeetSingh https://t.co/wcrtwsufCu
— Akshay Kumar (@akshaykumar) October 2, 2018
