સુરત,
સુરતના મોટા વરાછા વિસ્તરમાંથી નકલી ગુટખા બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસને નકલી ગુટખાના ફરિયાદના આધારે તપાસ કરતા બે યુવાનોની ધરપકડ કરી છે.
અમરોલી પોલીસે કંપની તથા કોપી રાઈડ્સની ટીમ સાથે મળી મોટા વરાછા વિસ્તારમાં રેડ કરી હતી. પોલીસે નકલી ગુટખાના મોટા જથ્થા સાથે કુલ એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ માંગી આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
