Not Set/ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ -ડીઝલના ભાવમાં કરાયો ૨.૫૦ રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાને કારણે ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યો હતો, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા હવે થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. Excise duty to be reduced by Rs.1.50 & OMCs will absorb […]

Top Stories India Trending

નવી દિલ્હી,

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાને કારણે ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યો હતો, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા હવે થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, “આજે મળેલી બેઠકમાં અમે નક્કી કર્યું હતું કે, ગ્રાહકોને રાહત આપવા માટે રેવેન્યુ ડીપાર્ટમેન્ટ ૩ ભાગમાં વહેચવામાં આવશે. આ પ્રમાણે એક્સાઈઝ ડ્યુટી ૧.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે તેમજ ઓઈલ માર્કેટિંગ કંપની (OMC)ઓ દ્વારા ૧ રૂપિયો ઘટાડવામાં આવશે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે સરકાર તરફથી ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલમાં તરત જ ૨.૫૦ રૂપિયાની રાહત આપીશું. આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્યોને પણ આટલા પ્રમાણમાં જ ક્રુડના ભાવ ઘટાડવા માટે અનુરોધ કરાયો છે, જેથી ગ્રાહકોને કુલ ૫ રૂપિયા સુધીની રાહત મળી શકે”.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાને કારણે આ વર્ષે રેવેન્યુમાં ૧૦,૫૦૦ રૂપિયાનો પ્રભાવ પડશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા અંગે તેઓએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલા દબાવને જોતા તેલની કિંમતો વધી રહી છે તેમજ અમેરિકી નીતિઓના કારણે દુનિયાભરમાં અસર વર્તાઈ રહી છે”.

સાથે સાથે નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, “અમેરિકા દ્વારા ઈન્ટરેસ્ટ વધારવામાં  આવ્યો છે, જેની વ્યાપક અસર બજાર પર પડી છે. બજાર અબે કરન્સીમાં ભારે વધારો અને ઘટાડો થઇ રહ્યો છે. આ માટે ઘણા પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે તેમજ ઓઈલની આયાત પર અંકુશ લગાવવામાં માટે પણ પ્રયાસો કરાયા છે”.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત પહોચી ૮૪ રૂપિયા સુધી

મહત્વનું છે કે, શુક્રવારે રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલમાં થયેલી ૧૫ પૈસાની વૃદ્ધિ બાદ ૮૪ રૂપિયા જયારે ડીઝલમાં થયેલી ૨૦ પૈસાની વૃદ્ધિ બાદ ૭૫.૪૫ રૂપિયે પ્રતિ લીટર તેમજ મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૧૪ પૈસાના થયેલા  બાદ ૯૧.૩૪ રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોચ્યું છે, ડીઝલમાં ૨૧ પૈસાના વધારા સાથે ૮૦.૧૦ રૂપિયે પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.