Not Set/ નવરાત્રીના ગરબાની સાથે બોલીવુડના ગીતોની પણ મજા માણી લો

અમદાવાદ હાલ નવરાત્રીનો માહોલ છે ત્યારે ગરબાની સાથે સાથે કેટલીક એવી ફિલ્મોના ગીતો પણ યાદ કરી લેવી જોઇએ જે સાંભળીને ઝુમવાનું મન થઇ જાય.નવરાત્રી નજીક છે ત્યારે અમે તમને ગરબા-રાસના બેકગ્રાઉન્ડ પર બનેલા ગીતોની યાદ અપાવી દઇએ છીએ. ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ: ઢોલી તારો ઢોલ વાગે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ મુવીમાં લીડ રોલમાં જોવા […]

Trending Entertainment Videos

અમદાવાદ

હાલ નવરાત્રીનો માહોલ છે ત્યારે ગરબાની સાથે સાથે કેટલીક એવી ફિલ્મોના ગીતો પણ યાદ કરી લેવી જોઇએ જે સાંભળીને ઝુમવાનું મન થઇ જાય.નવરાત્રી નજીક છે ત્યારે અમે તમને ગરબા-રાસના બેકગ્રાઉન્ડ પર બનેલા ગીતોની યાદ અપાવી દઇએ છીએ.

ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ: ઢોલી તારો ઢોલ વાગે

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ મુવીમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મના બધા જ સોંગ સુપરહીટ છે પરંતુ જયારે નવરાત્રી આવે છે ત્યારે બધાના હોઠો પર આ ફિલ્મનું એક જ સોંગ સાંભળવા મળશે છે ઢોલી તારો ઢોલ વાગે.. આ સોંગના મ્યૂઝિશિયન ઇસ્માઇલ દરબાર છે.

https://youtu.be/6VBAGMkTjTs?t=3

 ફિલ્મ વોટ્સ યોર રાશિ: શું છે શું છે મને કહી દો ,કહી દ્યો મન માં શું છે

આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને હર્મન બાવેજા મુખ્ય ભૂમિકા જોવા મળ્યા હતા. આ ફિલ્મનું આ ગીત ખુબ જ પોપ્યુલર થયું હતું જે આજે પણ નવરાત્રીમાં સાંભળવા મળે છે આ સોંગમાં મ્યૂઝિશિયન સોહેલ સેન હતા અને લિરિક્સ જાવેદ અખ્તરના હતા.

ફિલ્મ ગલિયો કી રાસલીલા -રામલીલા મોર બની થનગાટ કરે

કવિવર રવીન્દ્રનાથ ટાગોરએ લખેલ આમાર નભવર્ષા પરથી મેઘાણીજીએ ટ્રાન્સલેટ  કરેલ અને ઓસમાન મીરે ગાયેલ  આ લોકગીતનો સીધો જ ઉપયોગ થયો છે ફિલ્મ “ગલિયો કી રાસલીલા -રામલીલા”માં ” લીલી લેમડી રે લીલો નાગરવેલ નો છોડ -પરભુ પરોઢ ના રે મારે ઘેર ઉતારા કરતા જાવ ,ઉતારા નહિ કરું રે મારે ઘેર સીતા જુવે વાટ ,સીતા એકલા રે જુએ રામ લખમણની વાટ” ગીત પણ ગુજરાતી પૃષ્ઠભૂમિ પર બનેલ છે.

ફિલ્મ કાયપો છે: શુભારંભ

ચેતન ભગતની નોવેલ થ્રી મિસ્ટકેસ ઓફ માઇ લાઈફ આધારિત ફિલ્મ “કાયપો છે” નું ગીત ..હે શુભારંભ હો શુભારંભ મંગલ વેળા આવી, ગુજરાતી સાહિત્ય નો વધુ એક દાખલો જોવા મળશે.

https://youtu.be/euy__oIUJd4?t=2

ફિલ્મ જય હો: તું નથી તો તારો ફોટો પણ ચાલશે ,તારો ફોટો નથી તો ફોટોકોપી પણ ચાલશે

જય હો ફિલ્મમાં સલમાન ખાન પર પિક્ચરાઇઝ કરેલ આ પોપ્યુલર સોંગ છે જે આજે પણ લોકોના હોઠો પર સાંભળવા મળશે.

ફિલ્મ મિત્રો: કમરિયા

આ ફિલ્મમાં ટીવીની જાણીતી અભિનેત્રી કૃતિકા કામરાએ ફિલ્મ‘મિત્રોં’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ છે. આ ફિલ્મનું સોંગ કમરિયા હાલ બધાના હોઠો પર સાંભળવા મળી રહ્યું છે આ સોંગ યુટ્યુબ ધૂમ મચાવી રહ્યું છે.

ફિલ્મ લવયાત્રી

‘લવયાત્રી’ના આ ડાન્સ નંબરને દર્શન રાવલ, અસીસ કૌરે ગાયું છે. સોંગના બોલ દર્શન રાવલે જ લખ્યા છે  ‘લવયાત્રી’ ફિલ્મને  સલમાન  ખાન પ્રોડક્શનએ બનાવી છે. ફિલ્મનેઅભિરાજ મીનાવાલાએ નિર્દેશિત કરી છે. આ ફિલ્મના આ બે સોંગ નવરાત્રીમાં ધૂમ મચાવશે એક ઢોલીડો અને બીજું પ્રેમ ની આ મોસમ છે.