નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે.
શુક્રવારે ભારતીય રૂપિયામાં થયેલા ૫૬ પૈસાના ઘટાડા સાથે એક ડોલરની કિંમત ૭૪.૧૪ના અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. ડોલરની સામે ભારતીય રૂપિયાનું આ સૌથી ન્યૂનતમ સ્તર છે.
![મહારથી ડોલર સામે રૂપિયાની હાલત થઇ અત્યંત દયનીય, ૭૪.૧૪ રૂ.નો થયો એક ડોલર 2 623301456 612x612 1 1 1 મહારથી ડોલર સામે રૂપિયાની હાલત થઇ અત્યંત દયનીય, ૭૪.૧૪ રૂ.નો થયો એક ડોલર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/623301456-612x612-1-1-1.jpg)
રૂપિયો મજબૂત થવાની આશા નહીવત
નિષ્ણાતોનું માનવું છે કે, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે
શેરબજારમાં પણ થયો કડાકો
![મહારથી ડોલર સામે રૂપિયાની હાલત થઇ અત્યંત દયનીય, ૭૪.૧૪ રૂ.નો થયો એક ડોલર 3 Sensex BSE 2017 1 1 1 1 1 1 મહારથી ડોલર સામે રૂપિયાની હાલત થઇ અત્યંત દયનીય, ૭૪.૧૪ રૂ.નો થયો એક ડોલર](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/10/Sensex-BSE_2017-1-1-1-1-1-1.jpg)
બીજી બાજુ ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડાની અસર શેર માર્કેટ પર પણ પડી રહી છે. BSE ઇન્ડેક્સ પર સેન્સેક્સમાં ૭૯૨.૧૭ પોઈન્ટના કડાકા સાથે ૩૪,૩૭૬.૯૯ અને નિફ્ટી ૨૮૨.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦,૩૧૬.૪૫ ના સ્તર પર પહોચ્યું છે.
તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ
તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.
આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે.
બીજી બાજુ ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની અસર વિદેશથી આવનારી વસ્તુઓ તેમજ શિક્ષણ, દવાઓ, મેડિકલ સુવિધાઓ સહિતની અનેક સેવાઓ પર માઠી અસર પડી શકે છે.