Not Set/ ફ્લીપકાર્ટ અને બજાજ એલાયન્ઝ બન્યા પાર્ટનર, ફોન માટે આપશે હવે વીમો

બેંગ્લોરની ઇ કોમર્સ કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે તેઓ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં પણ એન્ટ્રી લઇ રહ્યા છે. ફ્લીપકાર્ટ અને બજાજ એલાયન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ સાથે પાર્ટનરશીપ કરી છે. ફ્લીપકાર્ટ કંપનીએ એમનાં નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આ પાર્ટનરશીપથી મોબાઈલ ફોનને વીમો પૂરો પાડશે જે ફોન એમની વેબસાઈટ પર અવેલેબલ છે એના માટે. ફોનનાં પ્રોટેક્શન માટે તેઓ આ […]

Top Stories India Tech & Auto Business

બેંગ્લોરની ઇ કોમર્સ કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે તેઓ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં પણ એન્ટ્રી લઇ રહ્યા છે. ફ્લીપકાર્ટ અને બજાજ એલાયન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ સાથે પાર્ટનરશીપ કરી છે.

Flipkart and Bajaj Allianz teams up to provide insurance to smartphones

ફ્લીપકાર્ટ કંપનીએ એમનાં નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આ પાર્ટનરશીપથી મોબાઈલ ફોનને વીમો પૂરો પાડશે જે ફોન એમની વેબસાઈટ પર અવેલેબલ છે એના માટે. ફોનનાં પ્રોટેક્શન માટે તેઓ આ પ્રોગ્રામ ઓફર કરી રહ્યા છે. આના દ્વારા તેઓ કેશ પે આઉટ ઓપ્શન અથવા ફ્રી પીક અપ, સર્વિસ અને ડ્રોપ કસ્ટમરની અનુકુળતા મુજબ ઓફર કરશે.

Flipkart and Bajaj Allianz teams up to provide insurance to smartphones

વીમાની ઓફર 10 ઓક્ટોબરથી અવેલેબલ થશે જે ફ્લીપકાર્ટનાં ધ બીગ બિલીયન ડેઇસ સાથે શરુ થશે.

ઇન્સ્યોરન્સ કંપનીના એમડી અને સીઈઓ તપને જણાવ્યું હતું કે, બંને કંપનીઓ કમ્પ્લીટ મોબાઈલ પ્રોટેક્શન પ્લાન (CMP) સાથે શરૂઆત કરી રહી છે જે લાખો ગ્રાહકો માટે વેલ્યુ એડ કરશે.

ગ્રાહક 99 રૂપિયાથી વધુનો વીમો CMP પ્લાન અંતર્ગત ખરીદી કરી શકશે એ જ સમયે જયારે એ ફોનની ખરીદી કરે છે. એકવાર કસ્ટમર પોતાની જરૂરી માહિતી ચેકઆઉટ સમયે શેર કરી દેશે ત્યારબાદ આ વીમા પોલીસી ડિલીવરીના દિવસથી એક્ટીવ થઇ જશે.

આ વીમો એક વર્ષ માટે વેલીડ રહેશે જેમાં એક્સીડેન્ટ, સ્ક્રીન, લીક્વીડ ડેમેજ, પ્રોટેક્ટેડ ફોનની ચોરી સામે વીમો મળશે.