ગાંધીનગર,
ગાંધીનગરમાં મહાત્મા રોડ પર આવેલા શ્રીમંધ રેસિડેન્સીમાં ત્રણ મકાનના તાળા તૂટ્યાં હતા. ત્રણેય મકાનોમાંથી અંદાજીત પાંચ લાખ રૂપિયાની ચોરી થઇ હોવાની આશંકા છે. ચોરી કર્યા બાદ નાસી રહેલાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થાય હતા. આ ઘટના બાદ સેક્ટર 7 પોલીસ તથા એસઓજી પોલીસે ઘટના સ્થળે પહોચીને સીસીટીવીના આધારે તપાસ હાથધરી હતી.
