Not Set/ અમેરિકા : છેલ્લા ૯ વર્ષનો સૌથી ઘાતક કાર એકસીડન્ટ, ન્યુયોર્ક નજીક ૨૦ લોકોના મૃત્યુ

ન્યૂયોર્ક   અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્ક નજીક એક કાર અકસ્માતમાં એક દંપતિ સહિત 20 લોકોના મોત થયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ એકસીડન્ટમાં એક લિમોઝિન કારમાં સવારી કરી રહેલા તમામ લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત ન્યૂયોર્ક શહેરથી આશરે 270  કિમી દૂર થયો છે. એકસાથે ૨૦ લોકોના મૃત્યુને લીધે આ અકસ્માત સૌથી ભયંકર એકસીડન્ટ માનવામાં […]

World Trending

ન્યૂયોર્ક 

 અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્ક નજીક એક કાર અકસ્માતમાં એક દંપતિ સહિત 20 લોકોના મોત થયા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ એકસીડન્ટમાં એક લિમોઝિન કારમાં સવારી કરી રહેલા તમામ લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત ન્યૂયોર્ક શહેરથી આશરે 270  કિમી દૂર થયો છે.

એકસાથે ૨૦ લોકોના મૃત્યુને લીધે આ અકસ્માત સૌથી ભયંકર એકસીડન્ટ માનવામાં આવી રહ્યો છે. દુઃખની વાત તો એ છે કે મૃત્યુ પામનાર તમામ લોકો બર્થડે પાર્ટી મનાવવા જઈ રહ્યા હતા.

આ લિમોઝિન કાર  રસ્તા પર ચાલતા લોકોને કચડીને એસયુવી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રસ્તા પર ચાલતા લોકોનું પણ મૃત્યુ થયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે વિરુદ્ધ દિશામાં આવતી બે ગાડીની ટક્કરના લીધે અકસ્માત સર્જાયો હતો.