Not Set/ ઘોર બેદરકારી : વિદ્યાર્થિનીને ક્લાસમાં બંધ કરી સ્ટાફ જતો રહ્યો

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં થોડાક દિવસ પહેલાં ‌સિનિયર કેજીમાં ભણતી વિદ્યાર્થિની ક્લાસરૂમમાં હતી ત્યારે સ્કૂલનો સ્ટાફ બેદરકારી દાખવીને રૂમને તાળું મારીને જતો રહ્યો હોવાનો વી‌િડયો વાઈરલ થતાં ઘટના સામે આવી છે. બે કલાક સુધી વિદ્યાર્થિની ક્લાસરૂમમાં પુરાઇ રહી હતી, જેને સ્થાનિકોએ બહાર કાઢી હતી. સ્કૂલ સંચાલકની ઘોર બેદરકારી સામે આવતાં વાલીઓમાં રોષ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં થોડાક દિવસ પહેલાં ‌સિનિયર કેજીમાં ભણતી વિદ્યાર્થિની ક્લાસરૂમમાં હતી ત્યારે સ્કૂલનો સ્ટાફ બેદરકારી દાખવીને રૂમને તાળું મારીને જતો રહ્યો હોવાનો વી‌િડયો વાઈરલ થતાં ઘટના સામે આવી છે.

બે કલાક સુધી વિદ્યાર્થિની ક્લાસરૂમમાં પુરાઇ રહી હતી, જેને સ્થાનિકોએ બહાર કાઢી હતી. સ્કૂલ સંચાલકની ઘોર બેદરકારી સામે આવતાં વાલીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

બે કલાક સુધી રૂમનો દરવાજો નહીં ખૂલતાં વિદ્યા‌િર્થનીએ રડવાનું શરૂ કર્યું હતું, જેથી સ્કૂલની બાજુમાં સાંજની નમાજ પઢવા માટે આવેલા લોકોએ તેનો રડવાનો અવાજ સાંભળ્યો હતો.

યુવકો દોડીને સ્કૂલમાં આવી ગયા હતા અને તમામ ક્લાસરૂમ ચેક કર્યા હતા.સિનિયર કેજીના ક્લાસરૂમ માં એક વિદ્યાર્થિની રડતી હતી.