મુંબઇ
સદીઓના સુપરસ્ટાર અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન હવે સાઉથની ફિલ્મમાં પણ જોવા મળશે.અમિતાભની સાઉથની પ્રથમ ફિલ્મનો ફર્સ્ટ લૂક તેમના જન્મદિવસના ખાસ પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યો છે.
ફિલ્મ ‘સઈ રા નરસિમ્હા રેડ્ડી’માં ગેસ્ટ અપીયરેંસ કરી રહેલ અમિતાભ બચ્ચનના લૂકનું મોશન ટીઝર યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વીડીયોમાં અમિતાભ સફેદ દાઢી, માથા પર લાલ તિલક લગાવી સિરિયસ લૂકમાં નજરે પડી રહ્યા છે.
જુઓ વીડીયો…
અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીના સાથે જોવા મળશે. તેઓ તાજેતરમાં આ ફિલ્મના શુટિંગ માટે હૈદરાબાદ ગયા હતા. આ ફિલ્મની સ્ટોરી સ્વતંત્રતા સેનાની યુ નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે. આ ફિલ્મને ચાર ભાષા તેલુગુ, તમિલ. કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.
Gosayi Venkanna… The Guru of Narasimha Reddy … Amitabh Bachchan in #Telugu film #SyeRaaNarasimhaReddy… Stars Chiranjeevi… Directed by Surender Reddy… Produced by Ram Charan… #AmitjiSyeRaaFL #Happy76thBirthdayABSir #SyeRaaNarasimhaReddy #SyeRaa pic.twitter.com/vmNCjOFuq0
— taran adarsh (@taran_adarsh) October 11, 2018
થોડા દિવસ પહેલા, અમિતાભે તેના બ્લોગમાં આ ફિલ્મમાં તેમની ભૂમિકા વિશે જણાવ્યું હતું કે હું ઇતિહાસમાં સૌથી બહાદુર પાત્ર ભજવું છું.
