Lifestyle/ બ્લેક અન્ડર આર્મ્સ તમારી લજ્જાનું કારણ ન બને એ જો જો! કાળાશ દૂર કરવાની 4 ઘરગથ્થુ ટિપ્સ…

Underarms અર્થાત્ બગલ (અન્ડરઆર્મ્સ)ની કાળાશથી ઘણા લોકો હેરાન-પરેશાન હોય છે. ઘણી વાર તો એ લજ્જાનું કારણ બની જાય છે. યુવતીઓ સ્લિવલેસ કપડા…

Trending Tips & Tricks Health & Fitness Lifestyle
Underarms, અન્ડર આર્મ્સ, બગલ, ટિપ્સ

Lifestyle: અન્ડરઆર્મ્સ અર્થાત્ બગલ (Underarms) એ ખભાની નીચેનો અને હાથના ઉપરના ભાગે આવેલો શરીરનો એક કોમળ ભાગ છે. બગલની ત્વચા સંવેદનશીલ હોવા ઉપરાંત, વાળ તેમજ પ્રસ્વેદ ગ્રંથિઓ ધરાવે છે. આ ભાગની સ્વચ્છતા જાળવવા માટે તેની નિયમિત સફાઈ થાય એ જરૂરી છે, જે તેમાંથી આવતી પરસેવાની વાસ અને બેક્ટેરિયાનો વિકાસ (Bacterial Growth) અટકાવવામાં મદદ કરે છે.

Underarms, અન્ડર આર્મ્સ, બગલ, ટિપ્સ

અન્ડર આર્મ્સ (Underarms) કાળા ન બને એ માટેની સાવચેતીઓ

અન્ડર આર્મ્સ કાળા (Black) ન બને એ માટે આટલું ધ્યાન અવશ્ય રાખવું.

1. શેવિંગ ન કરવું

શેવિંગ (Shaving) કરવાથી વાળ મૂળથી નીકળતા નથી અને ત્વચા પણ કાળી થઇ જાય છે. એની જગ્યાએ વેક્સિંગ (Waxing) કરવાથી મૃત ત્વચા પણ દૂર થાય છે.

2. ઢીલા કપડાં પહેરવા

ઘણા જ ટાઇટ કપડાં પહેરવાથી ઘર્ષણ થાય છે અને જેને કારણે સ્કિન કાળી પડે છે.

3. સીધો સ્પ્રે ટાળવો

ડિઓડ્રન્ટ કે પરફ્યુમ (Perfume)ને સીધા જ ત્વચા પર લગાવવા નહિં એમ કરવાથી એના કેમિકલ નુકસાન પહોંચાડી શકે છે. ડિઓડ્રન્ટ કે પરફ્યુમને કપડા પર લગાવવું જોઇએ.

બ્લેક અન્ડર આર્મ્સથી ઘણા લોકો હેરાન-પરેશાન હોય છે. આ કારણે યુવતીઓ સ્લિવલેસ કપડા (Sleeveless Cloths) સુદ્ધાં પહેરી નથી શકતી! ઘણી વાર તો એ લજ્જા (Shame)નું કારણ બની જાય છે. આનાથી છૂટકારો મેળવવા માટે મહિલાઓ અનેક પ્રકારના પ્રોડક્ટ્સ વાપરે છે પરંતુ અપેક્ષિત રિઝલ્ટ જોવા મળતુ નથી. અમે તમને અહિં કેટલાક ઘરગથ્થુ નુસખા (Tips) દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમે તમારી બગલની કાળાશને દૂર કરી શકશો.

અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવાની ઘરગથ્થું ટિપ્સ

Underarms, અન્ડર આર્મ્સ, બગલ, ટિપ્સ

1. લીંબુ અને બેકિંગ સોડા

લીંબુ એક પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટ છે અને બેકિંગ સોડા એક્સફોલિએટ (Exfoliate) કરે છે. એના વપરાશ માટે એક ચમચી બેકિંગ સોડામાં થોડો લીંબુનો રસ (Lemon Juice, Baking Soda) મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી. એને બગલના ભાગે લગાવીને 5 મિનિટ સુધી રાખવી પછી પાણી વડે ધોઇ લેવી. અહિં એ ધ્યાન રાખવું કે જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો લીંબુનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો.

Underarms, અન્ડર આર્મ્સ, બગલ, ટિપ્સ

2. દહીં અને બેસન

દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કિનને નિખારે છે અને બેસનથી ત્વચાની ગંદકી દૂર થાય છે. આ પ્રયોગ કરવા માટે 1 ચમચી બેસન, 1 ચમચી દહીં અને એક ચપટી હળદર (Curd, Turmeric, Besan) મિક્સ કરી લેવા. આ પૅક બગલ પર લગાવીને સૂકાવા દેવી અને પછી ઘસી-ઘસીને સાફ કરવી અને પાણીથી ધોઇ લેવી.

Underarms, અન્ડર આર્મ્સ, બગલ, ટિપ્સ

3. બટાટાનો રસ

બટાટા (Potato)માં માઇલ્ડ એસિડિક ગુણ હોય છે જે લગાવવાથી ત્વચામાં બળતરા થતી નથી અને એનો રંગ લાઇટ બને છે. આ માટે એક બટાટાના ગોળાકાર ટુકડાને અન્ડર આર્મ્સ પર ઘસવો અથવા તો એનો રસ કાઢીને એક રુની મદદથી લગાવી લેવો. 10-15 મિનિટ બાદ નવશેકા પાણીથી બગલને સારી રીતે સ્વચ્છ કરી લેવી.

4. નારિયેળ તેલ

કોપરેલ (Coconut Oil)માં વિટામિન ઈ (Vitamin E) હોય છે જે કાળાશને ઓછી કરવામાં સહાયક સિદ્ધ થાય છે. આ માટે દરરોજ સ્નાન કરતા પહેલા કોપરેલથી અન્ડર આર્મ્સ પર મસાજ કરવો જોઇએ. આમ કરવાથી ત્વચા સોફ્ટ પણ રહેશે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…