Not Set/ ઔરંગા નદીએ લીધો વધુ એક ભોગ, તણાયો બાઈક સવાર

નવસારીના ખેરગામના નાધાઇ પાસેથી પસાર થતી ઔરંગા નદીમાં પૂરને કારણે વારંવાર રહેણાકો ભોગ બની રહ્યા છે.જ્યાં વધુ એક ભોગનો કિસ્સો સામે આવ્યો છે. ઔરંગ નદીમાંથી પસાર થતો બાઇક સવાર તણાયો હતો.જોકે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બાઇક સવાર નદીમાંથી રસ્તો ક્રોસ કરીને મરલા ગામ તરફ જતો હતો તે સમયે તણાયો હતો..જો કે ઘટનાની જાણ થતાં NDRFની […]

Gujarat

નવસારીના ખેરગામના નાધાઇ પાસેથી પસાર થતી ઔરંગા નદીમાં પૂરને કારણે વારંવાર રહેણાકો ભોગ બની રહ્યા છે.જ્યાં વધુ એક ભોગનો કિસ્સો સામે આવ્યો છે. ઔરંગ નદીમાંથી પસાર થતો બાઇક સવાર તણાયો હતો.જોકે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બાઇક સવાર નદીમાંથી રસ્તો ક્રોસ કરીને મરલા ગામ તરફ જતો હતો તે સમયે તણાયો હતો..જો કે ઘટનાની જાણ થતાં NDRFની ટીમે યુવકની શોધખોળ કરી હતી પરંતુ રાત્રિના સમયે યુવકનો પત્તો ન મળતા શોધખોળ અટકાવી હતી.

નવસારીના ખેરગામ તાલુકાના નાઘઈ ગામે પસાર થતી ઔરંગા નદીનો પુલ કે જે ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ડુબી ગયો હતો.આ પાણીના પ્રવાહમાંથી એક બાઈક સવાર મરલા ગામ તરફ જઈ રહ્યા હતો.એ સમયે પાણીના પાણીના પ્રવાહમાં સાંજના સમયે બાઈક સહિત એક યુવાન તણાયો હતો.જે અંગે ધરમપુર ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે શોધકોળ હાથ ધરી છે.જે મોડી રાત્રી સુધી ન મળતાં આજે સવારે વહેલી સવારથી યુવકની શોધખોળ શરુ કરાઈ છે.યુવક કોણ છે અને ક્યાનો રહેવાસી છે તે અંગેની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.