દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર
વઢવાણ સ્થિત અમેરિકાની કંપની એસ.એસ.વ્હાઈટ કંપનીનાં પ્રેસિડેન્ટ/સી.ઈ.ઓ અને અને વરિષ્ટ દિવંગત પત્રકાર ભાનુભાઈ શુકલના પુત્ર રાહુલ શુક્લના ધર્મપત્ની મીના શુક્લનો સિત્તેરમો જન્મ દિવસ આવતો હોઈ કંપનીનાં કર્મચારીઓ મીના શુક્લને શુભેચ્છા આપવા માટે શું કરવું તેની વિમાસણમાં હતા. આથી તેમણે મેનેજમેન્ટ દ્વારા અમેરિકા રાહુલ શુક્લને આ અંગે જાણ કરતા રાહુલ શુક્લએ જણાવ્યું કે ‘જો તમે મારી વાઈફને શુભેચ્છા પાઠવવા જ માંગતા હોય તો એવું કોઈ કાર્ય કરો જેનાથી લોકોને ફાયદો થાય અને સાચા અર્થમાં તમારી શુભેચ્છા પણ મળે ‘ તેમણે વધુમાં કહ્યું કે “ હાલ કોરોનાની આ મહામારી સામે લડવા માટે ભારત સરકારે ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનો કાર્યક્રમ કર્યો છે.
વેક્સીન લીધા બાદ કોઇપણ વ્યક્તિ બે મહિના સુધી રક્તદાન નહિ કરી શકે ત્યારે ભારત માટે એક મોટો પ્રશ્ન એ આવવાનો છે કે મોટા ભાગના યુવાનો રક્તદાન કરતા હોય છે અને જો આવા યુવાનો બે મહિના સુધી રક્તદાન ન કરે તો મેડીકલ જીવનમાં લોહીની મોટી ક્રાઈશીસ આવી શકે તેમ છે, તો તમારે લોકોએ “ રક્તદાન ‘ કરીને મદદરૂપ થવું જોઈએ. રાહુલ શુક્લના ઉમદા વિચાર ને કર્મચારીઓએ તરત જ વધાવી લીધો અને કંપનીનાં કર્મચારીઓએ રક્તદાન કરવાનું નક્કી કરી નાખ્યું.
રક્તદાન સેવાના ભેખધારી ગોવિંદભાઈ ભરવાડની ટીમનાં સહયોગથી એસ.એસ.વ્હાઈટ કંપની ખાતે કંપનીનાં સિત્તેર જેટલા કર્મચારીઓએ રક્તદાન કરીને જન્મદિવસની અનોખી ભેટ ધરીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ રાહુલ શુક્લએ તેમની પત્નીના જન્મદિવસને કર્મચારીઓનાં સાથથી લોકોને મદદરૂપ થવાના આશયથી ઉજવીને એક નવી મિશાલ કાયમ કરી છે.
રાહુલ શુક્લ જ્યારે પણ વતનમાં મુશ્કેલી આવી છે ત્યારે તેઓ વતનની વ્હારે આવ્યા છે.તેઓએ સુરેન્દ્રનગર અને વઢવાણની જનતા માટે એક હાર્ટના દર્દી માટે અને એક કોરોનાનાં દર્દી માટે આઈ.સી.યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ લોકો માટે ફાળવીને દોડતી કરી છે, કોરોનાનાં સંક્ર્મણને રોકવા માટે તેમને ઉચ્ચ કવોલીટીનાં માસ્કનું વિના મુલ્યે વિતરણ કરેલ, અને આશરે ૪૦૦૦ અનાજની કીટનું પણ વિતરણ કરેલ.આ ઉપરાંત તેમણે ચીફ મીનીસ્ટરનાં ફંડમાં પણ રૂપિયા એક લાખનો સહયોગ કરેલ છે.
