Not Set/ ગેંગસ્ટર છોટા રાજન વિરુદ્ધનાં વધુ બે મર્ડર કેસની તપાસ CBIને સોપાઈ

સિબિઆઇએ મુંબઈનાં 25 વર્ષ જુના બે મર્ડર કેસનું ઇન્વેસ્ટીગેશન પોતાનાં હાથમાં લઇ લીધું છે જેમાં છોટા રાજનનો હાથ હોવાની શંકા છે. છોટા રાજન અત્યારે કોર્ટ કસ્ટડીમાં છે. આ બંને મર્ડર કેસ 1993માં ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયા હતા. જેમાં એક મર્ડર હોટેલ માલિકના સબંધીનું અને બીજું બિઝનેસમેનનાં ભાઈનું હતું. એક કેસમાં એવો આરોપ છે કે […]

Top Stories India

સિબિઆઇએ મુંબઈનાં 25 વર્ષ જુના બે મર્ડર કેસનું ઇન્વેસ્ટીગેશન પોતાનાં હાથમાં લઇ લીધું છે જેમાં છોટા રાજનનો હાથ હોવાની શંકા છે. છોટા રાજન અત્યારે કોર્ટ કસ્ટડીમાં છે.

આ બંને મર્ડર કેસ 1993માં ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયા હતા. જેમાં એક મર્ડર હોટેલ માલિકના સબંધીનું અને બીજું બિઝનેસમેનનાં ભાઈનું હતું.

એક કેસમાં એવો આરોપ છે કે 27 મે, 1993 નાં રોજ સાંજે સાડા સાત વાગ્યે બે અજાણ શૂટર્સ દ્વારા અશોક ક્રિષ્ના શેટ્ટી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેઓ અશોક હોટેલનાં માલિકનાં કઝીન ભાઈ હતા. આ ગોળીબારીમાં અશોકનું મૃત્યુ થયું અને એની સાથે બેઠેલો એનો મિત્ર સદાનંદ આ અટેકમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો.

બીજો કેસ 10 સપ્ટેમ્બર, 1993નો છે. જેમાં અજાણ શુટર દ્વારા એક બીઝનેસમેનનાં ભાઈને મારી નાખવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે દિલીપ હંસરાજ મોટા જયારે એનાં ભાઈ મુકેશ સાથે મોહરમ દરમ્યાન રોડ પરથી જતા હત્યા ત્યારે એક અજાણ વ્યક્તિએ એની રિવોલ્વરમાંથી ગોળી છોડી અને મુકેશની હત્યા કરી નાખી.

મુંબઈ પોલીસ પહેલાં આ કેસ હેન્ડલ કરી રહી હતી અને આ બંને કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી પરંતુ મહારાષ્ટ્ર સરકારે કુલ 71 કેસ જેમાં છોટા રાજનનો હાથ હોવાની શંકા હતી એ બધાં કેસ સિબિઆઇને સોપી દીધા હતા.