Not Set/ હેપ્પી બર્થ ડે ટુ ગ્રેટ ખલી.

     વિદેશમાં પણ પહેલવાની માં ભારત દેશનો ઝંડો લહેરાવનાર હિમાચલ પ્રદેશનો દલિપસિંહ રાણા. જે વિશ્વના તમામ દિગ્ગજ પહેલવાનોને WWEની રિંગમાં ધુળ ચટાડનાર ભારત દેશનો સૌથી શક્તિશાળી પહેલવાન છે.આ પહેલવાન આજે તેના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યો છે.ભારતને વિદેશમાં પણ અવલ્લ ક્રમે રાખનાર આ પહેલવાન 44માં વર્ષમાં પ્રવેશી ચુક્યો છે.         WWEમાં તેને પ્રશંસકો દ્વારા ઘણા […]

World Sports

     વિદેશમાં પણ પહેલવાની માં ભારત દેશનો ઝંડો લહેરાવનાર હિમાચલ પ્રદેશનો દલિપસિંહ રાણા. જે વિશ્વના તમામ દિગ્ગજ પહેલવાનોને WWEની રિંગમાં ધુળ ચટાડનાર ભારત દેશનો સૌથી શક્તિશાળી પહેલવાન છે.આ પહેલવાન આજે તેના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યો છે.ભારતને વિદેશમાં પણ અવલ્લ ક્રમે રાખનાર આ પહેલવાન 44માં વર્ષમાં પ્રવેશી ચુક્યો છે.

        WWEમાં તેને પ્રશંસકો દ્વારા ઘણા નામોથી બોલાવવામાં આવે છે. વર્લ્ડ રેસલિંગમાં એકચક્રી શાસન કરનાર અંડરટેકર, ટ્રિપલ એચ, શોન માઇકલ, કેન સીરીખે જેવા દિગ્ગજ પહેલવાનોને એક ઝાટકામાં પછાડ્યા બાદ આ નામ તેને મળ્યું છે.આ ખલી ભારતમાં રોડ પરિયોજના માટે પત્થર તોડવાનુ કામ કરતો હતો. ધિરાનાની મહિલાઓ તેની પાસે ભારે કામ, જેવા કે જાનવરોને એક જગ્યાએ ઉઠાડી બીજી જગ્યાએ બેસાડવા, સામાન ઉઠાવવો જેવા કામો કરાવતા હતા.આ દરમિયાન ખલી હરિયાણા પોલિસમાં સબ ઈન્સપેક્ટર તરીકે ક્વેલિફાય પણ થયો હતો.ત્યાર બાદ તે વિદેશમાં ભારતને પ્રદર્શિત કરતો એક માત્ર ચેંન્પિયન બન્યો છે.