નવી દિલ્હી,
દેશભરમાં #MeTOO કેમ્પેઈન હેઠળ સામે આવી રહેલી યૌન શોષણની ફરિયાદોમાં સૌપ્રથમ બોલીવુડના કલાકારોના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ રાજકીય પાર્ટીઓના નેતા તેમજ ક્રિકેટરોના નામનો પણ ખુલાસો થઇ રહ્યો છે, ત્યારે હવે આ કેમ્પેઈન હેઠળ સતત સામે આવી રહેલી જાતીય સતામણીની ફરિયાદો અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
#WATCH: Minister for Women & Child Development Maneka Gandhi explains about the committee which will be set up to examine all issues emanating from the #MeTooIndia movement. pic.twitter.com/Uo9qEl1wIb
— ANI (@ANI) October 12, 2018
મોદી સરકારમાં મહિલા અને બાદ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ હેઠળ સામે આવી રહેલી ફરિયાદોની તપાસ કરાવવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.
Official statement of Union Minister Smt. @ManekaGandhiBJP on #MeTooIndia movement.#SexualHarassmentAtWork #DrawTheLine pic.twitter.com/5ELHZVHnth
— Ministry of WCD (@MinistryWCD) October 12, 2018
મેનકા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વરિષ્ઠ રિટાયર્ડ જસ્ટિસ તેમજ કાયદા સાથે જોડાયેલા લોકો આ કમિટીના સભ્યો હશે અને આ તમામ મામલાઓની તપાસ કરશે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય મંત્રી એમ જે અકબર, બોલીવુડની હસ્તિઓ તેમજ ક્રિકેટરો સામે #MeTOO કેમ્પેઈન હેઠળ યૌન ઉત્પીડનની ફરિયાદો સામે આવી હતી.
મહિલા અને બાદ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “હું દરેક ફરિયાદ પાછળના દર્દ અને વેદના પર ભરોષો કરું છું, તેમજ આ મામલાઓને ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ જ નિપટવું જોઈએ”.
