અમદાવાદ,
પરપ્રાંતિય હુમલા મામલે સોશિયલ મીડિયામાં ઉશકેરણીજનક પોસ્ટ કરવામાં આવી. આ મામલે 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં ઘણી જગ્યાએ પરપ્રાંતીયો પર હુમલા થઈ રહ્યાં છે. ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પરપ્રાંતીયો કામ કરતા હોય તેવી ફેક્ટરીઓની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે.
