સુરત,
એકબાજુ ગરબાની ધૂમ મચી છે. સુરતમાં ભેસ્તાનની સ્વપ્ન સૃષ્ટિ રેસિડેન્સીમાં ગરબાના તાલે ઝૂમી ઝૂમી રહ્યાં હતાં. ત્યારે તસ્કરો સોસાયટીના અનેક મકાનોનાં તાળા તોડી રોકડ તેમજ દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
પાર્કિંગમાંથી એક બાઈક અને મોપેડ પણ ચોરી ગયા હતાં..સોસાયટીના પાછળના ગેટ પરથી બાઈક ન લઈ જવાતા ગેટના તાળા પણ તોડી નાંખ્યા હતાં.
29 બ્લોક ધરાવતી આ સોસાયટીમાં લોકો ગરબે ઝૂમતા રહ્યાં અને તસ્કરો કિંમતી વસ્તુઓ ઉપાડી ગયા..દિપક શાહુ નામના વ્યક્તિએ પહેલા નોરતે લીધલી નવી બાઈક પણ તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યુ છે.ત્રણ અજાણ્યા ચોરો સીસીટીવીમાં કેદ થયા હતાં..પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે.
