Not Set/ પાકિસ્તાને બાબા ગુરુનાનકની જન્મજયંતિ નિમિત્તે ૩૮૦૦ શીખ ભારતીય શ્રદ્ધાળુઓને આપ્યા વિઝા

પાકિસ્તાને હાલમાં જ  ભારતના ૩૮૦૦ શીખ શ્રધ્ધાળુઓને વિઝા આપ્યા છે. ૨૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી થનારા ગુરુ નાનક જયંતિ સમારોહમાં શામેલ થવા માટે પાકિસ્તાને ભારતીયોને વિઝા આપ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પાકિસ્તાનમાં ૨૬૦૦ શીખ ભારતીય શ્રધ્ધાળુઓ ગુરુ નાનક જન્મ જયંતિના મહોત્સવમાં ગયા હતા. જયારે આ વર્ષે ૩૮૦૦ શ્રધ્ધાળુઓ પાકિસ્તાન જવાના છે. દર […]

Top Stories World Trending

પાકિસ્તાને હાલમાં જ  ભારતના ૩૮૦૦ શીખ શ્રધ્ધાળુઓને વિઝા આપ્યા છે. ૨૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી થનારા ગુરુ નાનક જયંતિ સમારોહમાં શામેલ થવા માટે પાકિસ્તાને ભારતીયોને વિઝા આપ્યા છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પાકિસ્તાનમાં ૨૬૦૦ શીખ ભારતીય શ્રધ્ધાળુઓ ગુરુ નાનક જન્મ જયંતિના મહોત્સવમાં ગયા હતા. જયારે આ વર્ષે ૩૮૦૦ શ્રધ્ધાળુઓ પાકિસ્તાન જવાના છે.

દર વર્ષે બાબા ગુરુનાનકની જયંતિમાં મોટા ભાગના લોકો દેશ-વિદેશથી આવે છે. આ વર્ષે આ સમારોહમાં શામેલ થનારા ભારતીયોની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધારે છે. આ કાર્યક્રમ માટે બંને દેશ વચ્ચે ૩૦૦૦થી પણ વધારે વિઝાને લઈને મંજુરી મળી છે.

પાકિસ્તાનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુરુનાનકની ૫૫૦મી જન્મજયંતિમાં આ વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.