અમદાવાદ,
અમદાવાદમાં શકમંદ વ્યક્તિનું બોપલ એલસીબી કચેરીની પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું.ચોરીનાં ગુનામાં યુવકને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો.

વહેલી સવારે યુવકે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી.કસ્ટોડિયલ ડેથની ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.યુવક પર ટ્રક તોડીને પાર્સલની ચોરી અંગે ગુનો નોંધાયો હતો.

પરિવારજનોનો આરોપ છે કે, પોલીસના મારથી શુરભા ઝાલાનું મોત છું. ચોરીના આરોપી શુરભા ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
