Not Set/ યુપી : અલ્હાબાદ શહેરનું બદલાયું નામ : અહીં જાણો નવા નામ વિષે

અલ્હાબાદ હવેથી પ્રયાગરાજના નામથી ઓળખાશે. યુપી કેબિનેટ બેઠકમાં આ નવા નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે આ વાતની ઘોષણા કરી હતી. માનવામાં આવે છે કે મુગલ બાદશાહ અકબરે પ્રયાગનું નામ બદલાવીને અલ્હાબાદ કર્યું હતું. સાધુ સંતો વર્ષોથી અલ્હાબાદનું નામ બદલવાની માંગ કરી રહ્યા હતા. જેને ઉત્તર પ્રદેશ સરકારે માન્ય રાખી હતી. જોકે, […]

Top Stories India

અલ્હાબાદ હવેથી પ્રયાગરાજના નામથી ઓળખાશે. યુપી કેબિનેટ બેઠકમાં આ નવા નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે આ વાતની ઘોષણા કરી હતી.

માનવામાં આવે છે કે મુગલ બાદશાહ અકબરે પ્રયાગનું નામ બદલાવીને અલ્હાબાદ કર્યું હતું. સાધુ સંતો વર્ષોથી અલ્હાબાદનું નામ બદલવાની માંગ કરી રહ્યા હતા. જેને ઉત્તર પ્રદેશ સરકારે માન્ય રાખી હતી.

જોકે, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપ સરકારના પગલાં પાછળ ચોખ્ખી રાજનીતિ છે. યુપી સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, નામ બદલવાથી હાલત નહિ બદલે.

અલ્હાબાદમાં પણ દેવભૂમિમાંથી નીકળતી બે પવિત્ર નદીઓ મળે છે. એટલે આ જગ્યાને પ્રયાગરાજ કહેવામાં આવે છે. રાજ્યપાલ રામ નાઈકે જણાવ્યું કે, સરકાર ઝડપથી ઔપચારિકતાઓ પુરી કરીને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી દેશે.