પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા અબુ ધાબી ટેસ્ટ મેચમાં એક એવો રન આઉટ જોવા મળ્યો જેણે દર્શકોના હોશ ઉડાવી દીધા હતા. આ રન આઉટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મુર્ખામી ભરેલા રન આઉટ માનો એક માનવામાં આવી રહ્યો છે.
હકીકતમાં, પાકિસ્તાન બીજી પાળીના 53માં ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી ખુબ જ વિચિત્ર રીતે રન આઉટ થયો હતો. કોઈને વિશ્વાસ ન થયો કે, કોઈ બેટ્સમેન આવી રીતે પણ આઉટ થઇ શકે.
અઝહર અલીના રન આઉટ થવાની આ રીત ખુબ મૂર્ખામી ભરી હતી. અઝહર અલી બોલ જોયા વગર જ ચોગ્ગો સમજીને નોન સ્ટ્રાઇક એન્ડ પર ઉભેલા શફીક સાથે વાત કરવા પીચ વચ્ચે આવીને રોકાઈ ગયો હતો. અને બંને બેટ્સમેન વાતોમાં મશગુલ થઇ ગયા હતા.