Not Set/ જાણો, કોણ છે આ મહારાષ્ટ્રનો ચા વાળો, કે જેઓના દેશના પ્રધાનમંત્રી પણ છે મુરિદ

શિરડી, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચુંટણી “ચાઈ પે ચર્ચા”ના ખાસ કેમ્પેઈનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં ખુબ જાણીતા થયા હતા. આ દરમિયાન કેટલીકવાર તેઓ પોતાને પણ ચાવાળો કહી દે છે. જો કે શુક્રવારે મહારાષ્ટ્રના શિરડીમાં પીએમ મોદી જયારે નંદૂરબારના લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી રહ્યા હતા, ત્યારે તેઓએ નંદૂરબારનાના પ્રખ્યાત ચૌધરી ચાવાળાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ […]

Top Stories India Trending

શિરડી,

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચુંટણી “ચાઈ પે ચર્ચા”ના ખાસ કેમ્પેઈનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં ખુબ જાણીતા થયા હતા. આ દરમિયાન કેટલીકવાર તેઓ પોતાને પણ ચાવાળો કહી દે છે.

જો કે શુક્રવારે મહારાષ્ટ્રના શિરડીમાં પીએમ મોદી જયારે નંદૂરબારના લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી રહ્યા હતા, ત્યારે તેઓએ નંદૂરબારનાના પ્રખ્યાત ચૌધરી ચાવાળાનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદી આ સમયે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને ઘર આપી રહ્યા હતા, ત્યારે તેઓએ મજાકમાં કહ્યું, “તેઓને હવે મીઠાઈ ખવડાવવી જોઈએ. જો કે વડાપ્રધાનની આ ડિમાન્ડ પર લોકોએ કહ્યું, “આવો નંદૂરબાર, જરૂરથી મીઠાઈ ખવડાવીશું”.

ચૌધરી ચાવાળાની કરી પ્રશંસા

નંદૂરબાર અંગે જણાવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “તેઓ પહેલા નંદૂરબાર આવ્યા કરતા હતા અને ચૌધરીની ચા પીતા હતા.

પીએમ મોદી ચૌધરી ચાવાળાનો કરી ચુક્યા છે ઉલ્લેખ

આ પહેલા ૧૧ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીએ જયારે મહારાષ્ટ્રની આંગણવાડી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે પણ ચૌધરી ચાવાળાનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, નંદૂરબારમાં તેઓ ચૌધરીની ચા પીવા માટે આવ્યા કરતા હતા, શું ચૌધરીની ચા હજી પા મળે છે ?

કોણ છે ચૌધરી ચાવાળો ?

મહારાષ્ટ્રના નંદૂરબારમાં ચૌધરી ચાવાળો છેલ્લા ૩૦ વર્ષથી ટ્રેનમાં ચા વેચતો હતો. નંદૂરબારમાં આ વ્યક્તિની ચા ખુબ પ્રખ્યાત છે. તેઓ નંદૂરબારથી લઈ સુરત સુધી ટ્રેનમાં ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી જયારે દેશના વડાપ્રધાન ન હતા, તે પહેલા તેઓ ચૌધરીની ચા પીવાનું ચુકતા ન હતા.