અમૃતસર,
પંજાબના અમૃતસરમાં શુક્રવાર સાંજે બનેલી એક દર્દનાક ટ્રેન ઘટનાને લઈ દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર ૧૦ થી ૧૨ સેકન્ડના સમયમાં ફૂલ સ્પીડે ધસી આવી રહેલી એક ટ્રેન રાવણ દહન જોઈ રહેલા લોકોને કચડતી જઈ રહી હતી. આ ઘટનામાં ૬૦ થી વધુ લોકોના મોત નીપજ્યા છે, આ આંકડો હજી પણ આગળ વધે એવી સંભાવના છે.

જો કે આ વચ્ચે રેલ્વે રાજ્યમંત્રી મનોજ સિન્હા દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
રેલ્વેની કોઈ ભૂલ નથી : સિન્હા

હકીકતમાં, મોદી સરકારમાં મંત્રી સિન્હાએ જણાવ્યું છે કે, “આ ઘટનામાં રેલ્વેની કોઈ ભૂલ નથી અને સાથે સાથે તેઓએ આ દર્દનાક ઘટનાની તપાસ કરાવવા માટે પણ સ્પષ્ટ મનાઈ કરી છે.
રેલ્વે રાજ્યમંત્રીએ ગેટમેનનો બચાવ કરતા કહ્યું હતું કે, “જે જગ્યાએ આ ઘટના બની છે, તે રેલ્વે ફાટકથી ૩૦૦ મીટર દૂર છે. આ ઘટનામાં રેલ્વેની કોઈ ભાગીદારી નથી”.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “કાયદાની વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી છે લોકોને રેલ્વે ટ્રેક પર જમા નહિ થવું જોઈએ, પરંતુ ઘટના સમયે લોકો ટ્રેક પર બેઠા હતા”.
રેલ્વેને આ કાર્યક્રમ ન હતી કોઈ જાણ : સિન્હા
Ppl should restrain from organising such events near tracks in future.Drivers are given specific instructions on where to slow down.There was a curve, driver couldn't have seen it.About what should we order an inquiry?Trains travel in speed only: M Sinha on #AmritsarTrainAccident pic.twitter.com/5s1PMrZCHV
— ANI (@ANI) October 20, 2018
રેલ્વે રાજ્યમંત્રી સિન્હાએ કહ્યું હતું કે, “રેલ્વેને આ કાર્યક્રમ અંગે કોઈ જાણકારી ન હતી”.
જયારે પત્રકારો દ્વારા તેઓને પુછવામાં આવ્યું કે, શું ટ્રેનની સ્પીડ ધીમી થઇ થાકે એમ હતી. ત્યારે તેઓએ જવાબ આપતા જણાવ્યું, “ટ્રેનો હંમેશની માટે ફૂલ સ્પીડે જ ચાલે છે અને ટ્રેનના ડ્રાઈવરને પહેલાથી જ નિર્દેશ આપવામ અ આવે છે કે, ટ્રેનની સ્પીડ ક્યાં ઓછી કરવી જોઈએ”.
