Not Set/ કાંકરેજની આ હોસ્પિટલમાં રાત્રે જતા પહેલા વિચારજો કારણ કે…

કાંકરેજ, કાંકરેજના થરા રેફરલ હોસ્પિટલમાં સ્ટાફની મનમાની સામે આવી છે. અંહી ડૉક્ટરો અને સ્ટાફ તેમની મરજી પડે ત્યારે આવે છે. જેને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રાતના કોઈ દર્દીને આવે તો રાતના કોઈ ડૉક્ટર હાજર હોતા નથી. માત્ર પટાવાળા હાજર હોય છે અને દર્દીને કોઈ તકલીફ હોય તો પટાવાળા જ ઈંજેક્શન આપવામાં […]

Top Stories Gujarat Others

કાંકરેજ,

કાંકરેજના થરા રેફરલ હોસ્પિટલમાં સ્ટાફની મનમાની સામે આવી છે. અંહી ડૉક્ટરો અને સ્ટાફ તેમની મરજી પડે ત્યારે આવે છે. જેને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

રાતના કોઈ દર્દીને આવે તો રાતના કોઈ ડૉક્ટર હાજર હોતા નથી. માત્ર પટાવાળા હાજર હોય છે અને દર્દીને કોઈ તકલીફ હોય તો પટાવાળા જ ઈંજેક્શન આપવામાં આવે છે.

એટલું જ નહીં આ હોસ્પિટલમાં બતાવવા આવનાર દર્દીને અને તેમના પરિવાારજનોને દવાઓ માટે ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લાવવાની ફરજ પાડવામાં આવે છે.

બે દીવસ પહેલા અેક દર્દીને પથરીનો દુખાવો ઉપઙતા આ હોસ્પીટલમા રાત્રેના સમાયે અંદાજે નવ વાગ્યે દર્દીને લાવવામા આવ્યો પણ જ્યા આખી હોસ્પીટલ પટાવાળાના ભરોસે હોય તે પ્રમાણે પટાવાળો જ હાજર હતો.હોસ્પીટલમાં ના કોઇ ઙોક્ટર હતો કે ના કોઇ નસઁ, જ્યારે દર્દીના વાલીઅે વારવાર પટાવાળાને કહેતા પટાવાળાઅે ફોન કરી ઙોક્ટરને બાેલાવતા 30 મીનીટે ઙોક્ટર આવ્યો ત્યા સુધીમાં  પટાવાળા દ્રારા દરદીને ઈન્જેકશન આપવામા આવ્યુ કેમ ઙોક્ટરો ઘરે જઇને આરામ કરે અને હોસ્પીટલમા પટાવાળા દરદીઁઆેને ઈન્જેકશન આપે આ અેક ગંભીર પ્રશ્ન કહેવાય.

આ અંગે વાત કરતાં ત્યાનાં ડોક્ટર દ્વારા એવું જણાવવામાં આવ્યુ હતુ કે,અમારા સાહેબ પહોંચેલા છે અમને કોઈ ફેર પડવાનો નથી અને મીડિયા અગાઉ પણ અમારી હોસ્પિટલ વિશે લખી ચૂકી છે. જો મીઙીયા ના કોઇ પત્રકાર પાસે આવી ઙોક્ટર વાત કરતો હોય તો આમ પબલીક કેટલી હેરાન થતી હશે ??.