Not Set/ રાખી સાવંત પર તનુશ્રીએ 10 કરોડનો માનહાનિનો દાવો ઠોક્યો

મુંબઇ તનુશ્રી દત્તાએ #MeToo કેમ્પેનના હેઠળ નાના પાટેકર પર જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સામે આવ્યા પછી ઘણાં સ્ટાર્સ તનુશ્રી દત્તાના સપોર્ટમાં આવ્યાં,તો રાખી સાવંત જેવી એક્ટ્રેસે તનુશ્રીને પેટભરીને અપશબ્દો કહ્યાં હતા.આની સામે તનુશ્રીએ એક્ટ્રેસ રાખી સાવંત સામે માનહાનિનો કેસ કર્યો છે. રાખી સાવંતે કહ્યું હતું કે તનુશ્રી ડ્રગ્સ લઈને તેની વેનમાં પડેલી હતી […]

Trending Entertainment

મુંબઇ

તનુશ્રી દત્તાએ #MeToo કેમ્પેનના હેઠળ નાના પાટેકર પર જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સામે આવ્યા પછી ઘણાં સ્ટાર્સ તનુશ્રી દત્તાના સપોર્ટમાં આવ્યાં,તો રાખી સાવંત જેવી એક્ટ્રેસે તનુશ્રીને પેટભરીને અપશબ્દો કહ્યાં હતા.આની સામે તનુશ્રીએ એક્ટ્રેસ રાખી સાવંત સામે માનહાનિનો કેસ કર્યો છે.

રાખી સાવંતે કહ્યું હતું કે તનુશ્રી ડ્રગ્સ લઈને તેની વેનમાં પડેલી હતી અને તેનું સોંગ નાના પાટેકરના કહેવાથી મારે કરવું પડ્યું હતું. હવે રાખી સાવંતના આવા શબ્દો સામે તનુશ્રીએ કાનુની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. તનુશ્રી દત્તાએ રાખી સાવંતના સામે માનહાનિનો કેસ કરવાની સાથે 10 કરોડ રૂપિયાની માંગ કરી છે.

અહીં જાણો રાખીએ તેના ઈન્ટરવ્યુમાં તનુશ્રી વિશે  શું કહ્યું હતું…

થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં રાખી સાવંતે કહ્યું હતું કે ‘મેં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના ગીતમાં તનુશ્રીને રિપ્લેસ કરી હતી.’રાખીએ જણાવ્યું ‘તનુશ્રીએ ફિલ્મના સોંગને શૂટ કર્યું હતું, પરંતુ તેને તે સોંગને અધવચ્ચે છોડી દીધું હતું, તે પછી મારા પાસે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો ફોન આવ્યો, તેઓ માત્ર એટલું કહ્યું કે તુ સેટ પર આવ સોંગ કરવાનું છે. તુ આવી જા, સોંગ મે બનાવ્યું છે અને અત્યારે જ શૂટ કરવાનું છે. રાખીએ આગળ જણાવ્યું કે મારા પાસે નાના પાટેકરનો પણ ફોન આવ્યો, તેઓ બોલ્યા કે તુ આ સોંગ કરી લે. મેં જયારે આ સાંભળ્યું તો હું તરત જ સેટ પર પહોંચી ગઈ.

રાખી એવું પણ બોલી હતી કે સેટ પર પહોંચ્યા પછી મને ખબર પડી કે સોંગ તનુશ્રીનું હતું. તે આ સોંગને થોડું શૂટ કરી ચુકી છે. પરંતુ હવે તે કોઓપરેટ કરી રહી નથી. અત્યારે તે તેની વેનિટીમાં છે. જ્યાં તેને બધા જ જઈને બોલાવી ચુક્યા છે પરંતુ તે બહાર આવી રહી નથી, આ પછી રાખીએ કહ્યું કે ‘તે સમયે ડેઝી શાહ માસ્ટરજીની આસિસ્ટન્ટ હતી અને તેને મને કહ્યું કે તે 10 વખત પોતે તનુશ્રીને બોલાવવા ગઈ પરંતુ તેને દરવાજો ખોલ્યો નથી.

રાખીએ કહ્યું કે “નાના પાટેકરે મને કહ્યું હતું કે, તમે કેવી રીતે બધું સંભાળશો કારણ કે 100 થી વધુ ડાન્સર છે. પ્રોડ્યુસરના પૈસા લાગ્યાં છે, તે મરી જશે. રાખીએ કહ્યું, જ્યારે મેં સાંભળ્યું ત્યારે મેં તેમના વાળ ડ્રેસર અને મેકઅપની આર્ટિસ્ટને ફોન કર્યો. પછી મને વાસ્તવિક કારણ ખબર પડી. “

રાખી સાવંતે જણાવ્યું હતું કે, “તે દિવસે તનુ ડ્રગ્સ લઈને વેનમાં 4 કલાક બેહોશ હતી. તનુ આજે મોટી મોટી વાત કરી રહી છે, પરંતુ હું દરેકને તેની વાસ્તવિકતા વિશે જણાવવા માંગું છું.” જ્યારે મેં તનુ ગીત કર્યું તો તેને મને નોટિસ મોકલી, પરંતુ ફિલ્મ ટીમે મને બચાવી અને કહ્યું કે રાખીએ અમને છેલ્લા મદદ કરી છે.

શું છે આખો મામલો?

10 વર્ષ પહેલા ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર તનુશ્રી દત્તાએ એવું કહીને ફિલ્મનું શુટિંગ કરવાનો ઇનકાર કર્યો હતો કે નાનાએ ડાન્સ સ્ટેપ બદલી દીધા છે જેથી તેઓ તનુશ્રીને સ્પર્શ કરી શકે. ત્યાર પછી કેટલાક બદામશ લોકો સેટ પર પહોંચ્યા અને તનુશ્રીની કારને નુકસાન પહોંચાડ્યું હતું.