Nora Fatehi ED Case: નોરા ફતેહી 200 કરોડની છેતરપિંડી અને સુકેશ ચંદ્રશેખર કેસમાં પૂછપરછ માટે દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચી હતી. અભિનેત્રી નોરા શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં કરોડપતિ સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડિસની તપાસમાં જોડાઈ હતી. એન્ટી મની લોન્ડરિંગ એજન્સીના અધિકારીઓની એક ટીમ નોરાની પૂછપરછ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં તેની બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં નોરાને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હતું. જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીએ આ કેસમાં સાક્ષી તરીકે પોતાનું નિવેદન નોંધ્યું હતું. અગાઉ, ED દ્વારા ફર્નાન્ડિસની 7.2 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. EDએ આ ભેટો અને સંપત્તિઓને અભિનેત્રીઓને મળેલી ગુનાની આવક ગણાવી હતી.
ફેબ્રુઆરીમાં, ED એ ચંદ્રશેખરની કથિત સહયોગી પિંકી ઈરાની વિરુદ્ધ તેની પ્રથમ પૂરક ફરિયાદ દાખલ કરી હતી, જેણે તેને બોલીવુડ અભિનેત્રીઓ સાથે પરિચય કરાવ્યો હતો. ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પિંકી ઈરાની ફર્નાન્ડિસ માટે મોંઘી ભેટ પસંદ કરતી હતી. ચંદ્રશેખર દ્વારા પૈસા આપ્યા બાદ સુકેશ તેને તેના ઘરે ડ્રોપ કરતો હતો.
જણાવી દઈએ કે ઈડીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહની કોર્ટમાં આ મામલામાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. બાદમાં ફેબ્રુઆરીમાં EDએ પિંકી ઈરાની સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. સુકેશે અલગ-અલગ મૉડલ અને બૉલીવુડ સેલિબ્રિટી પર લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ દરમિયાન કેટલાક લોકોએ તેમની પાસેથી ગિફ્ટ લેવાની ના પાડી દીધી હતી.
આ પણ વાંચો: Shivsena/ઉદ્ધવે શિંદેનો સાથ છોડીને નવો રાજકીય ભાગીદાર શોધ્યો, જાણો શું છે પ્લાન
