Not Set/ બેંગલુરુમાં ખુલેલા દેશના પહેલા બીટકોઈન ATMને કરાયું જપ્ત, સંચાલકની પણ કરાઈ ધરપકડ

બેંગલુરુ, બેંગલુરુમાં બીટકોઈન ખરીદવા તેમજ વેચવા માટે ATM મશીન ખોલવામાં આવ્યું હતું. દેશમાં પહેલીવાર ખોલાયેલા ક્રિપ્ટોકરન્સી બીટકોઈનના આ ATMને લઇ ઘણી ચર્ચાઓ હતી, પરંતુ હવે આ મામલે પોલીસ દ્વારા શિકંજો કસવામાં આવ્યો છે. પોલીસે એક્શન લેતા બેંગલુરુમાં ખોલાયેલા બીટકોઈન ATM મશીનને જપ્ત કરાયું છે અને સાથે સાથે આ ATMના સંચાલકની પણ ધરપકડ કરી છે. પોલીસ […]

Top Stories Trending Business

બેંગલુરુ,

બેંગલુરુમાં બીટકોઈન ખરીદવા તેમજ વેચવા માટે ATM મશીન ખોલવામાં આવ્યું હતું. દેશમાં પહેલીવાર ખોલાયેલા ક્રિપ્ટોકરન્સી બીટકોઈનના આ ATMને લઇ ઘણી ચર્ચાઓ હતી, પરંતુ હવે આ મામલે પોલીસ દ્વારા શિકંજો કસવામાં આવ્યો છે.

પોલીસે એક્શન લેતા બેંગલુરુમાં ખોલાયેલા બીટકોઈન ATM મશીનને જપ્ત કરાયું છે અને સાથે સાથે આ ATMના સંચાલકની પણ ધરપકડ કરી છે.

business-first-bitcoin-atm-bengaluru-seized-police-co-founder-arrest

પોલીસ દ્વારા આ ગેરકાયદેસર બતાવતા જણાવવામાં આવ્યું કે, “વિના કોઈ પરવાનગી વગર ATM કિઓસ્કની સ્થાપના કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે, જ્યાં તેઓને ૭ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, બેંગલુરુના જૂના એરપોર્ટ રોડ સ્થિત એક મોલમાં હરિશ બીવી નામના એક વ્યક્તિ દ્વારા આ ATM કિઓસ્કનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. હરિશ યુનોકોઈન ટેકનોલોજીનો કો-ફાઉન્ડર પણ છે.

ક્રાઈમ બ્રાંચ દ્વારા ATM મશીન જપ્ત કરવાની સાથે જ અહિયાથી ૧.૮ લાખ કેસ, એક ટેલર મશીન, બે લેપટોપ, એક મોબાઈલ, ત્રણ ક્રેડિટ કાર્ડ, એક પાસપોર્ટ સહિત ઘણો સામાન જપ્ત કર્યો છે.

શું છે આ બીટકોઈન ATM

business-first-bitcoin-atm-bengaluru-seized-police-co-founder-arrest

બીટકોઈન ATM બનાવનાર કંપની NCR દ્વારા બનાવવામાં આવેલું આ ATM સામાન્ય એટીએમથી અલગ છે. આ ATMમાં ક્રેડિટ તેમજ ડિબેટ કાર્ડના સ્લોટને બંધ કરવામાં આવ્યો છે, કારણ કે સરકાર દ્વારા બેંકો પર ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

યૂનોકોઈન અને તેના એક યુનિટ યૂનોડેક્સ દ્વારા ગ્રાહકોને એક દિવસમાં ૧,૦૦૦ થી લઈ ૧૦,૦૦૦ સુધીની કેસ ડિપોઝીટ અથવા તો કાઢી શકે છે. આ ઉપરાંત બીટકોઈન યુઝરના એકાઉન્ટમાં જેટલી પણ રકમ હશે તેનાથી તે આ ATMની મદદથી બીજી ક્રિપ્ટોકરન્સી પણ કરી ખરીદી શકશે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ભારતમાં બેંકો તેમજ નિયમિત નાણાકીય સંસ્થાઓમાં બીટકોઈનના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો.