Not Set/ #INDvWI : વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી અંતિમ ત્રણ વન-ડે માટે ભારતીય ટીમનું કરાયું એલાન, ભુવી-બુમરાહને કરાયા રિકોલ

નવી દિલ્હી,  ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ૫ વન-ડે મેચની શ્રેણીની અંતિમ ત્રણ મેચ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા જાહેર કરાયેલી આ ટીમમાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે, જયારે મોહમ્મદ શામીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. Announcement: #TeamIndia for last three ODIs against […]

Top Stories India Trending

નવી દિલ્હી, 

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ૫ વન-ડે મેચની શ્રેણીની અંતિમ ત્રણ મેચ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા જાહેર કરાયેલી આ ટીમમાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે, જયારે મોહમ્મદ શામીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા ૧-૦થી આગળ છે. પ્રથમ વન-ડે મેચમાં ૮ વિકેટે શાનદાર વિજય થયો હતો, જયારે બુધવારે રમાયેલી બીજી વન-ડે ટાઈ રહી હતી.

ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીને આપવામાં આવી છે, જયારે વાઈસ કેપ્ટન રોહિત શર્માને બનાવવમાં આવ્યો છે. નોધણીય છે કે, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રીજી વન-ડે મેચ ૨૭ ઓક્ટોબરના રોજ રમાશે.

ભારતીય ટીમ :

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), શિખર ધવન, અંબાતી રાયડુ, મનીષ પાંડે, એમ એસ ધોની (વિકેટકીપર), વૃષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ખલિલ અહેમદ, કે એલ રાહુલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ૫ વન-ડે મેચનો કાર્યક્રમ :

૨૭ ઓક્ટોબર : ત્રીજી વન-ડે – પૂણે

૨૯ ઓક્ટોબર : ચોથી વન-ડે – મુંબઈ

૧ નવેમ્બર : પાંચમી વન-ડે – તિરુવનંતપુરમ