મુંબઇ,
એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલ ન્યુયોર્કમાં કેન્સરનો ઈલાજ કરાવી રહી છે અને આ સમય દરમિયાન તે તેનો અનુભવ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં સોનાલીએ તેનો વધુ એક અનુભવ ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે શેર કર્યો છે. જેમાં સોનાલીએ આ પોસ્ટમાં એ સમયની વાત કરી છે જયારે તે ડરી ગઈ હતી.
સોનાલીએ લખ્યું કે ‘નવી બુક વિશે કહેવાનો સમય આવી ગયો છે. આ પહેલા જે પુસ્તક હું વાંચી રહી હતી તેને પૂર્ણ કરવામાં ઘણો સમય લાગી ગયો કેમકે કીમો પછી મારી જોવાની ક્ષમતા પર અસર થઇ હતી. આંખોમાં થઇ રહેલ અસર અને જોવામાં થઇ રહેલ મુશ્કેલીના કારણે હું ડરી ગઈ હતી. જોકે હવે બધું સારું છે.
સોનાલીએ આગળ તેની બીજી પુસ્તક વિશે જણાવ્યું કે ‘બીજી બુક જે હું વાંચવાની છું તે આ શહેર સાથે જોડાયેલી છે. જ્યાં હું હાલ છું… ન્યુયોર્ક. પુસ્તકનું નામ અ લિટિલ લાઈફ છે જેમાં @hanyayanagiharaએ લખી છે. આ બુકને ઘણા એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી. આ સ્ટોરી દોસ્તી અને અભિલાષાની છે. અત્યાર સુધી અમે ફીમેલ ફ્રેન્ડશીપ વિશે વાંચ્યું છે પરંતુ હવે છોકરાઓની દોસ્તી વિશે વાંચી રહી છું. આ ખુબ જ રસપદ હશે. હું આ પુસ્તકને વાંચવ માટે રાહ જોઈ શકતી નથી. આશા રાખું છું કે તમે પણ મારા સાથે આ પુસ્તક વાંચશો.
https://www.instagram.com/p/BprW3dfHPdr/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે એક્ટ્રેસ નમ્રતા શિરોડકરે કહ્યું હતું કે સોનાલી બેન્દ્રેની તબિયતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે અને તેઓ ડીસેમ્બર સુધી ભારત પરત આવી શકે છે. જોકે આ વિશે સોનાલીના પરિવારજનો તરફથી કોઈ નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી.
