Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં થઇ છે આ ભૂલ, સરકારે પણ સ્વીકારવું પડ્યું …

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદધાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. એક તરફ જ્યાં બધાની નજર પ્રતિમા પર હતી ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભૂલ કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો હતો. પ્રતિમાના ઉદ્ધાટન સમયે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામને જુદી-જુદી ભાષાઓમાં […]

Ahmedabad Top Stories Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદધાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. એક તરફ જ્યાં બધાની નજર પ્રતિમા પર હતી ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભૂલ કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો હતો.

mantavyanews.com

પ્રતિમાના ઉદ્ધાટન સમયે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામને જુદી-જુદી ભાષાઓમાં તમાલપત્ર પર લખવામાં આવ્યું હતું. પરંતુ તમિલ ભાષામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો સ્પેલિંગ ખોટો હતો, જેને સોશિયલ મીડિયા પર લોકોએ પકડી લીધો હતો અને તેના વિવિધ અર્થ કાઢ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખાયેલો સ્પેલિંગ ખોટો હતો. કેટલાક લોકોએ તેને નકલી કહીને ફગાવી દીધો. ગુજરાત સરકારને આ વિશે પુછવામાં આવ્યું તો તેમણે પુષ્ટિ કરીને કીધું કે, હા આ સ્પેલિંગ ખોટો છે.