એક તરફ સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં ખેત તળાવડી ની યોજના દ્વારા પાણી સંગ્રહ કરવાની સ્કીમ આપવામાં આવે છે કે ખેડૂત ઓછા વરસાદ થી પોતાના ખેતર પાણી સંગ્રહ કરી પોતાના પાકમાં પિયત આપી શકે.
મેંદરડા તાલુકાનાં લીલાવા, મોટી ખોડિયાર, ડેડ્કયાળી અને પાટરામાં આ તમામ ગામના 30 જેટલા ખેડૂતોના ખેત તળાવડી બનાવવાના નામે 21 લાખ જેટલી રકમનું 12 લોકોએ કૌભાંડ આચરી સરકારી પૈસાની ઉચાપત કરતા એસીબી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જુનાગઢ જીલ્લામાં પાંચ ગામો માં ખેત તલાવડી માત્ર ને માત્ર કાગળ ઉપર જ બનાવી સરકારી પેસા ની ઉચાપત કરી લીધા નું સામે આવ્યું છે. પોરબંદરના એસીબી પીઆઈ દ્વારા છેલ્લા 6 મહિના થી આ ખેત તળાવડીની તપાસ ચાલી રહી હતી. જ્યારે જમીન વિકાસ નિગમના રીટાયડ અધિકારી કે. એન. ડોબરિયા સહિત 12 લોકો સામે ગુનો નોધવામાં આવ્યો છે.
