Not Set/ ઐશ્વર્યા-આમીર ખાનના બાળકોના ફોટા વાયરલ, નિભાવ્યો રામ-સીતાનો રોલ

મુંબઇ, ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચનનું નામ ફેમસ સ્ટાર કિડ્સની લિસ્ટમાં શામિલ છે. તાજેતરમાં આરાધ્યાનો ફોટો આમીર ખાનના લિટલ ચેમ્પ આઝાદ ખાન સાથે વાયરલ થઇ રહ્યો છે. રિયલમાં આ તસ્વીર આરાધ્યા અને આઝાદની સ્કુલમાં થયેલ એક પ્રોગ્રામની છે. જ્યાં બંનેએ એક નાટકમાં સીતા-રામની ભૂમિકા ભજવી હતી. https://twitter.com/AbhiAsh_IndoFc/status/1061448589245734912 મળતા અહેવાલ મુજબ ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનની પુત્રી […]

Uncategorized

મુંબઇ,

ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચનનું નામ ફેમસ સ્ટાર કિડ્સની લિસ્ટમાં શામિલ છે. તાજેતરમાં આરાધ્યાનો ફોટો આમીર ખાનના લિટલ ચેમ્પ આઝાદ ખાન સાથે વાયરલ થઇ રહ્યો છે. રિયલમાં આ તસ્વીર આરાધ્યા અને આઝાદની સ્કુલમાં થયેલ એક પ્રોગ્રામની છે. જ્યાં બંનેએ એક નાટકમાં સીતા-રામની ભૂમિકા ભજવી હતી.

https://twitter.com/AbhiAsh_IndoFc/status/1061448589245734912

મળતા અહેવાલ મુજબ ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા અને આમિર ખાનનો પુત્ર આઝાદ ખાન ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ત્યાં થોડા દિવસો પહેલા દશેરાના તહેવાર પર એક ઇવેન્ટ રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન સ્કુલના બાળકોએ ઘણા નાટકોમાં અભિનય કર્યો હતો અને એક નાટકમાં આરાધ્યા અને આઝાદે સીતા અને રામની ભૂમિકા પણ ભજવી હતી. ફેન ક્લબ એકાઉન પર આ ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.  આ બંને બાળકો આ તસ્વીરોમાં ટ્રેડીશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.

https://twitter.com/AbhiAsh_IndoFc/status/1061324187644551168

આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આરાધ્યા અને આઝાદનો એક પ્રેકટીસ વીડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં બંને રિહર્સલ કરતા જોવા મળી રહ્યા છે.