અમદાવાદ,
અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા પર હવે કોંગ્રેસ અને આદિવાસી સમાજના લોકો ભાજપની સામે આવ્યા છે અને કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તો અમદાવાદનું નામ રાખવું જ હોય તો એના મૂળમાં ભીલ રાજા હતા એના પર કર્ણ રાજા હમલો કરી અને કર્ણાવતી નામ રાખ્યું હતું તો અમદાવાદનું નામ રાખવું જોઈએ ‘આશાપલ્લી’ જે રાજા દ્વારા રાખવામાં આવેલું હતું તે રાખો.
ત્યારે સામાજિક કાર્યકરનું પણ કહેવું હતું કે જો કર્ણાવતી નામ આપવામાં આવશે તો આદિવાસી સમાજ તેને સાખી નઇ લે અને અનેક આંદોલનો સામનો ભાજપ સરકાર અને કરવો પડશે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા કહેવાયું હતું કે ભાજપ સરકાર પાસે કોઈપણ પ્રકારનો મુદ્દો ના હોય ત્યારે હિન્દુત્વનો મુદ્દો અને શહેરના નામ બદલી અને કોમકોમ વચ્ચે ઘર્ષણ કરાવી ભાજપ કોઈ મુદ્દો ન રહેતા પાછો હિંદુત્વ અને શહેરના નામ બદલી લોકોને છેતરવાનું પ્રયાસ કરવામાં આવી રહ્યો છે .પરંતુ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને સારી રીતે જાણી ગઈ છે.
