Not Set/ મુકાયું પેનીસ આકારનું ઘુવડનું પૂતળું : વિરોધીઓએ કહ્યું ઉપહાસ કરશે દુનિયા

પક્ષી દર્શનમાં રુચિ ધરાવતા હજારો લોકો દર વર્ષે શિયાળામાં સર્બિયાના ઉત્તરીય ગામ કિકીંડામાં આવે છે. અહીં લોકો લાંબા કાન ધરાવતા ઘુવડ જોવા આવે છે. પરંતુ હવે આ ગામ બીજા કારણે લોકોને આકર્ષિત કરી રહ્યું છે. હકીકતમાં, આ ગામમાં પુરુષના પેનીસ આકારનું ઘુવડનું પૂતળું મુકવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓના મહત્વને ઓળખ આપવા માટે આ પૂતળું મુકવામાં આવ્યું […]

Top Stories World

પક્ષી દર્શનમાં રુચિ ધરાવતા હજારો લોકો દર વર્ષે શિયાળામાં સર્બિયાના ઉત્તરીય ગામ કિકીંડામાં આવે છે. અહીં લોકો લાંબા કાન ધરાવતા ઘુવડ જોવા આવે છે. પરંતુ હવે આ ગામ બીજા કારણે લોકોને આકર્ષિત કરી રહ્યું છે.

હકીકતમાં, આ ગામમાં પુરુષના પેનીસ આકારનું ઘુવડનું પૂતળું મુકવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓના મહત્વને ઓળખ આપવા માટે આ પૂતળું મુકવામાં આવ્યું છે.

જોકે, વિરોધીઓ આના આકાર અને દેખાવને અશ્લીલ ગણાવતા, તેને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકોએ ફેસબૂક પોસ્ટમાં આ પૂતળાનો વિરોધ કરતા લખ્યું છે કે, આ પૂતળું પુરુષ લિંગ જેવું દેખાઈ રહ્યું છે. દુનિયા હવે કિકીંડાનો ઉપહાસ કરશે.

પક્ષી દર્શક દ્રગન સિમીકે જણાવ્યું કે, પૂતળાંથી મને કોઈ ફરક નથી પડતો. કારણ કે કિકીંડા ઘુવડના કારણે યુરોપ તેમજ દુનિયામાં પ્રખ્યાત છે.