Not Set/ ૩૦ નવેમ્બરના રોજ રિટાયર્ડ થશે નાણાકીય સચિવ હસમુખ અઢિયા, આ અધિકારી લઇ શકે તેઓનું સ્થાન

નવી દિલ્હી, દેશભરમાં નોટબંધી અને એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા નાણાકીય સચિવ હસમુખ અઢિયા,  ૩૦ નવેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. ૩૦ નવેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહેલા નાણાકીય સચિવ અંગેની માહિતી કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબુક બ્લોગ દ્વારા આપી હતી. અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં હસમુખ અઢિયા કાર્યકાળની પ્રશંસા […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશભરમાં નોટબંધી અને એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા નાણાકીય સચિવ હસમુખ અઢિયા,  ૩૦ નવેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે.

૩૦ નવેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહેલા નાણાકીય સચિવ અંગેની માહિતી કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબુક બ્લોગ દ્વારા આપી હતી. અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં હસમુખ અઢિયા કાર્યકાળની પ્રશંસા કરી હતી અને રિટાયર્ડમેન્ટ પછીના જીવન માટે શુભકામનાઓ આપી હતી.

હસમુખ અઢિયાના નિવૃત્ત થયા બાદ તેઓનું સ્થાન અજય ભૂષણ પાંડે નામના IAS અધિકારી લેશે. અજય ભૂષણ પાંડેની વાત કરવામાં આવે તો, તેઓ ૧૯૮૪ કેડર બેચના અધિકારી છે અને વર્ષ ૨૦૧૦થી UIDIના ચીફ તરીકે કામ કરી રહ્યા છે.

નોટબંધી અને GST લાગુ કરવામાં નિભાવી મહત્વની ભૂમિકા

Image result for hasmukh adhia and arun jaitley

૧૯૮૧ બેચના IAS અધિકારી હસમુખ અઢિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નજીકના અધિકારીઓમાંના એક મનાય છે.

તેઓના કાર્યકાળની વાત કરવામાં આવે તો, ૮ નવેમ્બરના રોજ લાગુ કરાયેલી નોટબંધી અને દેશમાં લાગુ કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં તેઓની ખાસ ભૂમિકા માનવામાં આવે છે. આ ઉપરાંત નાણાકીય મામલાઓના અન્ય કામોમાં પણ તેઓની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવે છે.

કોણ છે હસમુખ અઢિયા ?

Related image

હસમુખ અઢિયા એ વર્ષ ૧૯૮૧ની ગુજરાત કેડર બેચના IAS અધિકારી છે અને તેઓને વર્ષ ૨૦૧૪માં કેન્દ્રની મોદી સરકારમાં નાણકીય સેવા સચિવ બનાવવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૧૪માં આ પદ સંભાળ્યા બાદ તેઓને રેવેન્યુ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઈ હતી. જો કે ત્યારબાદ તેઓએ ૩૧ ઓગષ્ટ, ૨૦૧૫ના દિવસે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ત્યારબાદહસમુખ અઢિયાને સપ્ટેમ્બર, ૨૦૧૭માં અશોક લવાસાની જગ્યાએ નાણાકીય સચિવ બનાવવામાં આવ્યા હતા.