Not Set/ ISISની રાહ પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ, યુવકનું ગળું કાપ્યા બાદ જાહેર કર્યો વીડિયો

શ્રીનગર, દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISIS દ્વારા અપહરણ કરાયેલા વ્યક્તિઓની હત્યા કર્યા બાદ એનો વીડિયો જાહેર કરીને ક્રુરતા બતાવવામાં આવતી હતી, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં પણ આ અંદાજમાં આતંકવાદીઓ દ્વારા એક યુવકની હત્યા કરીને તેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. હકીકતમાં, દક્ષિણી કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આતંકીઓ દ્વારા એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની […]

Top Stories India Trending

શ્રીનગર,

દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISIS દ્વારા અપહરણ કરાયેલા વ્યક્તિઓની હત્યા કર્યા બાદ એનો વીડિયો જાહેર કરીને ક્રુરતા બતાવવામાં આવતી હતી, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં પણ આ અંદાજમાં આતંકવાદીઓ દ્વારા એક યુવકની હત્યા કરીને તેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

હકીકતમાં, દક્ષિણી કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આતંકીઓ દ્વારા એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. આતંકીઓ દ્વારા યુવકની હત્યાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.

Image result for isis

આ હત્યાની જવાબદારી આતંકી સંગઠન હિજબુલના કમાન્ડર રિયાજ નાઈકુંએ એક ઓડિયો ક્લિપ જાહેર કરી લીધી છે. સોશિયલ મીડિયામાં જાહેર કરાયેલા એક વીડિયોમાં યુવકની હત્યા પહેલા કહી રહ્યા છે કે, તેઓના બે સાથીઓને પકડી લેવામાં આવ્યા છે, તેનો તેઓએ બદલો લીધો છે.

હિજબુલના કમાન્ડર રિયાજ નાઈકુંએ કહ્યું હતું કે, તેઓના સંગઠનના ‘ડુ ઓર ડાઈ સ્કોડ’ દ્વારા આ યુવકની હત્યા કરાઈ છે”.

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ એક કાશ્મીરી યુવકનું ગળું કાપીને હત્યા કરી છે. મ્તુતક યુવકની ઓળખ હુજૈફ અશરફના સ્વરૂપે થઇ છે અને તે કુલગામ જિલ્લાના મંઝગામનો રહેવાસી છે.

આ જનધન્ય કૃત્ય અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, :”આતંકવાદીઓએ શનિવારે શોપિયા જિલ્લામાં એક યુવકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી”.