Not Set/ શંકરસિંહ વાઘેલાનો પીએમને પડકાર : ભાજપ-આરએસએસ વડા મુસલમાનને બનાવો

ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરતની મુલાકાતે આવ્યા હતા. અને પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે,પીએમ મોદીએ એક સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાના પક્ષના પ્રમુખ પદે ગાંધી પરિવારના સભ્ય સિવાય કોઇ અન્યને પદ આપે જેનો જવાબ વાઘેલા સુરતમાં આપતા કહ્યું હતું કે, ભાજપ પોતાના અધ્યક્ષ અને સંઘ પોતાનો વડો કોઈ મુસલમાનને બનાવીને બતાવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર […]

Top Stories Gujarat Surat

ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરતની મુલાકાતે આવ્યા હતા. અને પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે,પીએમ મોદીએ એક સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાના પક્ષના પ્રમુખ પદે ગાંધી પરિવારના સભ્ય સિવાય કોઇ અન્યને પદ આપે જેનો જવાબ વાઘેલા સુરતમાં આપતા કહ્યું હતું કે, ભાજપ પોતાના અધ્યક્ષ અને સંઘ પોતાનો વડો કોઈ મુસલમાનને બનાવીને બતાવે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. અને પીએમ મોદીએ એક સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

પીએમ મોદીએ કોંગ્રેસને પડકાર આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ ગાંધી પરિવારના સભ્યને છોડી કોઈ અન્યને પક્ષ પ્રમુખ બનાવીને બતાવે. પીએમ મોદીના આ નિવેદન પર વાઘેલાએ પડકાર આપતા સુરતમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી અને ભાજપ પોતાના નવા કાર્યાલયમાં પક્ષના અધ્યક્ષની ખુરશી પર મુસ્લિમ વ્યક્તિને બેસાડે. સાથે સંઘ પણ પોતાના પ્રમુખ મુસ્લિમ બનાવે.