Not Set/ પાણીનો પોકાર: રાજ્યના જળાશયોમાં હવે માત્ર 17.49 ટકા જ પાણી

ગાંધીનગર, રાજ્યમાં હાલ ઉનાળો મધ્યાન પર છે અને ચોમાસાને હજુ વાર છે ત્યારે પાણીની તકલીફો શરૂ થઇ છે.પાણી વગર ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના 203 પૈકી સૌરાષ્ટ્રના તમામ 138 જળાશયોમાં માત્ર 7.8 ટકા જ પાણી પુરવઠો બચ્યો છે. તો કચ્છના20 જળાશયોમાં 11.20 ટકા પાણી પુરવઠો પ્રાપ્ય છે. રાજ્યના જળાશયોમાં હવે 17.49 ટકા પાણી બચ્યું છે. ઉત્તરગુજરાતના 15 જળાશયોમાં 13.19 […]

Top Stories Gujarat

ગાંધીનગર,

રાજ્યમાં હાલ ઉનાળો મધ્યાન પર છે અને ચોમાસાને હજુ વાર છે ત્યારે પાણીની તકલીફો શરૂ થઇ છે.પાણી વગર ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના 203 પૈકી સૌરાષ્ટ્રના તમામ 138 જળાશયોમાં માત્ર 7.8 ટકા જ પાણી પુરવઠો બચ્યો છે. તો કચ્છના20 જળાશયોમાં 11.20 ટકા પાણી પુરવઠો પ્રાપ્ય છે.

રાજ્યના જળાશયોમાં હવે 17.49 ટકા પાણી બચ્યું છે.

ઉત્તરગુજરાતના 15 જળાશયોમાં 13.19 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.તો  મધ્યુગજરાતના 17 જળાશયોમાં 41.91 ટકા પાણી પુરવઠો પ્રાપ્ય છે. ત્યારે આગામી સમયમાં જો ચોમાસામાં સારો વરસાદ નહીં રહે તો વિકટ બનેલી પાણીની સમસ્યા હજી વધુ વિકટ બનવાની સંભાવના પ્રવર્તે છે.

પાણીની સમસ્યા નિવારવા પાણીનો સંયમપૂર્વક ઉપયોગ અને પાણીનો દુર્વ્યય અટકાવવામાં પ્રજા સહયોગી બને તો પણ ગુજરાતના પાણીનું સંર્જાયેલું જળસંકટ હળવું બની શકે છે.

બીજીબાજુ રૂપાણી સરકાર પણ પાણીની સમસ્યા નિવારવા સૌરાષ્ટ્ર-કચ્છ તરફ યોજનાના અમલીકરણ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.એટલું જ નહીં. પ્રભારી પ્રધાનોને પાણીની સમસ્યા નિવારવા સતત મોનીટરીંગ કરવા સહિતના આદેશ પણ આપ્યા છે..ત્યારે ગુજરાતમાં પાણીનું સંકટ નિવારવા રાજ્યસરકારે પણ કટિબદ્ધતા વ્યક્ત કરી છે.