Not Set/ પ્રિયંકા-નિકના લગ્નની તૈયારીઓ માટે મધુ ચોપરા પહોંચી જોધપુર

મુંબઇ, પ્રિયંકા ચોપરા અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકાની માતા મધુએ કહેવું છે કે જોધપુર મારું પ્રિય શહેર છે તેથી આખી દુનિયા છોડીને અમે અહીં આવ્યા છીએ. મધુ ચોપરાએ લગ્નની તૈયારીઓ વિશે જણાવ્યું કે ‘લગ્નમાં જોઈ લેજો અત્યારથી શું કહ્યું જયારે થઇ જશે ત્યારે વાત કરીશું. આપને જણાવીએ કે પ્રિયંકા […]

Entertainment

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકાની માતા મધુએ કહેવું છે કે જોધપુર મારું પ્રિય શહેર છે તેથી આખી દુનિયા છોડીને અમે અહીં આવ્યા છીએ.

મધુ ચોપરાએ લગ્નની તૈયારીઓ વિશે જણાવ્યું કે ‘લગ્નમાં જોઈ લેજો અત્યારથી શું કહ્યું જયારે થઇ જશે ત્યારે વાત કરીશું.

આપને જણાવીએ કે પ્રિયંકા હાલ તેની આગામી ન્યુ ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ના શુટિંગમાં વ્યસ્ત છે. જેનું નિર્દેશક સોનાલી બોસ કરી રહી છે. પ્રિયંકાએ આ વિશે માહિતી તેના ઈન્સ્ટાગ્રામ પર આપી છે.

પ્રિયંકા અને નિકના લગ્ન જલ્દી જ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં થવાના છે. આના સાથે જોડાયેલી માહિતી ખાનગી રાખવામાં આવી રહી છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્નમાં માત્ર નિકટના મિત્રો અને પરિવારના લોકો શામિલ થશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દોસ્તો માટે અલગથી આયોજન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસની પરપરાગત રીતે ‘રોકા’ રસ્મ ઓગસ્ટ મહિનામાં પ્રિયંકાના મુંબઇ નિવાસ પર કરવામાં આવી હતી.