Not Set/ કેલિફોર્નિયામાં આગ : મૃત્યુઆંક પહોચ્યો ૭૭ સુધી, ૧૦ હજાર ઘર આગમાં ખાખ

કેલિફોર્નિયામાં લાગેલી આગના લીધે અત્યાર સુધીનો મૃત્યુ આંક ૭૭ સુધી પહોચી ગયો છે. એટલું જ નહી પરંતુ સ્થાનિક રીપોર્ટના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધીમાં મૃત્યુ આંક વધીને ૭૭ થઇ ગયો હતો અને ૧૦,૫૦૦ ઘર આગમાં ખાખ થઇ ગયા છે. જયારે ૯૯૩ લોકો હજુ પણ લાપતા છે. કેમ્પમાં આગ લાગવાને લીધે ૮ નવેમ્બરના રોજ ગ્રામીણ વિસ્તાર પેરેડાઈઝમાં […]

Top Stories World Trending

કેલિફોર્નિયામાં લાગેલી આગના લીધે અત્યાર સુધીનો મૃત્યુ આંક ૭૭ સુધી પહોચી ગયો છે.

એટલું જ નહી પરંતુ સ્થાનિક રીપોર્ટના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધીમાં મૃત્યુ આંક વધીને ૭૭ થઇ ગયો હતો અને ૧૦,૫૦૦ ઘર આગમાં ખાખ થઇ ગયા છે. જયારે ૯૯૩ લોકો હજુ પણ લાપતા છે.

Image result for california fire

કેમ્પમાં આગ લાગવાને લીધે ૮ નવેમ્બરના રોજ ગ્રામીણ વિસ્તાર પેરેડાઈઝમાં આગ ફેલાઈ ગઈ હતી. આગના લીધે હજારોની સંખ્યામાં લોકો ગાયબ થઇ ગયા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે લાપતા થયેલા લોકો સુરક્ષિત પણ હોઈ શકે છે કે મૃત્યુ પામ્યા પણ હોઈ શકે છે.

Image result for california fire

હાલ પણ ઘણા બચાવકર્તા રાખમાં માનવ અવશેષ શોધી રહ્યા છે. જો કદાચ વરસાદ થાય તો તેમનું કામ સરળ થઇ શકે છે.હવામાન વિભાગે આ અઠવાડિયાના અંત સુધીમાં વરસાદ થઇ શકે તેવી આગાહી કરી છે.

Image result for california fire

રવિવાર સુધીમાં ૬૫ ટકા આગ પર કાબુ મેળવી લેવાયો છે.