દિલ્હી,
પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થયું ચુક્યું છે. લગ્ન માટે અમેરિકન સિંગર ગુરુવારે નિક જોનસ દિલ્હી આવી ચુક્યા છે. પ્રિયંકા ચોપરા પણ હાલ દિલ્હીમાં જ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શૂટિંગ કરી રહી છે. ચર્ચા છે કે અહીં પ્રિયંકા અને નિક સાથે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપી શકે છે.
પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના શાહી ઉમ્મેદ ભવન પેલેસમાં થવાના છે. અહીં તેમના લગ્નનું સેલિબ્રેશન 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે. તેના માટે નિક જોનસ ભારત પહોંચ્યા છે. સૂત્રોનું માનવું છે અહીં પ્રિયંકા અને નિક પી.એમ. મોદી ઉપરાંત, અન્ય ઘણા વીઆઇપી મહેમાનોને લગ્નનું આમંત્રણ આપવા જશે.
આ પહેલા ન્યૂયોર્કથી ઉડાન ભરતા નિક ઘણા એક્સાઈટેડ જોવા મળ્યા હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વીડીયો પણ શેર કર્યો હતો.
https://www.instagram.com/p/Bqc3QGQFt1b/?utm_source=ig_embed
