નવી દિલ્હી,
ભારતની પાંચવારની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમ સી મેરીકોમ વધુ એકવાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ૪૮ કિગ્રા કેટેગરીની ફાઈનલમાં પોતાની ટિકિટ પાક્કી કરી લીધી છે.
ગુરુવારે રમાયેલી ચેમ્પિયનશિપની સેમિફાઈનલ મેચમાં ઉત્તર કોરિયાની કિમ હયાંગને હરાવી હતી.
Women's Boxing World Championships: MC Mary Kom beats North Korea's Kim Hyang Mi in the semi-final to enter the final. (file pic) pic.twitter.com/xzXO9pVpDa
— ANI (@ANI) November 22, 2018
આ સાથે જ ૩૫ વર્ષીય ખેલાડી મેરી કોમ હવે પોતાના છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક પગલું દૂર છે. બીજી બાજુ સેમીફાઈનલમાં પહોચવાની સાથે જ મેરી કોમ પહેલેથી પોતાનો સાતમો મેડલ પાક્કી કરી ચૂકી છે.

મહત્વનું છે કે, ગત વર્ષે એશિયાઈ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં આ જ ઉત્તર કોરિયાઈ જ ખેલાડીને જ હરાવી હતી અને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
